<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ડાયરેક્ટરે જોર આપીને પૂછ્યું, 'તું સિટિંગનો અર્થ નથી સમજતી? : અભિનેત્રીએ ઇન્ટરવ્યૂમાં ફિલ્મી જગતના ચોંકાવનારા ખુલાસા કર્યા

એક્ટ્રેસ કહે છે, 'હું સાત દિવસ સુધી મારા રૂમમાંથી બહાર ન નીકળી. હું સતત રડતી રહી, વિચારી રહી કે હું લોકોને શું કહું.'

મુંબઈ : ગ્લેમર અને ચકાચૌંધથી ભરેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાછળ ઘણા કાળા સત્ય છુપાયેલા છે. તેમાં સૌથી મોટું છે કાસ્ટિંગ કાઉચ, જેનો શિકાર ઘણી જાણીતી એક્ટ્રેસ બની ચૂકી છે. ઘણી વખત આ હસીનાઓ તેમના શરૂઆતના કરિયરમાં આવા ગંદા અનુભવોથી પસાર થાય છે, જેને યાદ કરીને આજે પણ કંપારી છૂટી જાય. કંઈક આવું જ 'ધ કપિલ શર્મા શો'ની બુઆના પાત્રથી ઘરે-ઘરે ફેમસ થયેલી ઉપાસના સિંહ સાથે થયું. વર્ષો પછી જ્યારે તેણે ડાયરેક્ટરની ગંદી હરકતને દુનિયા સામે રાખી, તો લોકો હેરાન થઈ ગયા.

ઉપાસના સિંહ 'જુડવા', 'મેં પ્રેમ કી દીવાની હૂં', 'જુદાઈ' અને 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'માં તેની શાનદાર એક્ટિંગ માટે ફેમસ છે. તેણે એક વાતચીતમાં તેના કરિયરના શરૂઆતના દિવસોના એક ખૂબ જ પરેશાન કરનારા અને દુ:ખદ અનુભવ વિશે જણાવ્યું.

સિદ્ધાર્થ કન્નનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે એક મોટા સાઉથ સિનેમાના એક મોટા ફિલ્મ ડાયરેક્ટરની ગંદી હરકતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, કેવી રીતે તેમની વાતો સાંભળ્યા પછી તેનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો.

ઉપાસનાએ કહ્યું કે, તેને આ ફેમસ સાઉથ ડાયરેક્ટરે બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂર સાથે એક ફિલ્મ માટે સાઇન કરી હતી. તે સમયે હું આ તકને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ જ્યારે પણ તે ડાયરેક્ટરની ઓફિસ જતી, ત્યારે પોતાની માતા અથવા બહેનને સાથે લઈ જતી. ત્યારે એક વખત તે ડાયરેક્ટરે આ વિશે તેને પૂછ્યું.

ડાયરેક્ટરે એક્ટ્રેસને પૂછ્યું કે, તે હંમેશા પરિવારના સભ્યો સાથે કેમ આવે છે અને મેકરની આ વાત ઉપાસનાને ઠીક ન લાગી. આ તો શરૂઆતના કરિયરમાં સંઘર્ષની શરૂઆત હતી. જેણે તેની વ્યાવસાયિક દુનિયાને ઉથલાવી નાખી હતી. એક્ટ્રેસે કહ્યું કે, ડાયરેક્ટરે મને રાતે 11:30 વાગ્યે ફોન કર્યો અને હોટલમાં સિટિંગ માટે બોલાવ્યું. ડાયરેક્ટરનો કૉલ આવતા અને તેની વાતો સાંભળીને ઉપાસનાએ પહેલા તો અચકાઈ અને પછી કહ્યું કે તે બીજા દિવસે કહાની સાંભળવાનું પસંદ કરશે, કારણ કે તેના પાસે હોટલ સુધી પહોંચવા માટે કાર ન હતી.

એક્ટ્રેસ પાસેથી આ સાંભળીને ડાયરેક્ટરે જોર આપીને પૂછ્યું, 'તું સિટિંગનો અર્થ નથી સમજતી?' આ સવાલ પૂછવાની રીતે એક્ટ્રેસને વધુ અસ્વસ્થા અનુભવી. છતાં તે તેની સાથે સંમત થઈ ગઈ, જોકે તે અસ્વસ્થતાની લાગણીમાંથી બહાર નીકળી શકી નહીં. તે રાતે ઉપાસના ઊંઘી શકી નહીં અને પછી બીજા દિવસે ન ઇચ્છતા છતાં બાંદ્રામાં ડાયરેક્ટરના ઓફિસ ગઈ. જ્યારે તે પહોંચી ત્યારે ડાયરેક્ટર કેટલાક બીજા લોકો સાથે મીટિંગ કરી રહ્યો હતો.

સેક્રેટરીએ એક્ટ્રેસને બહાર રાહ જોવાનું કહ્યું અને તે દરમિયાન ઉપાસના લાગણીઓના તોફાનમાંથી પસાર થઈ રહી હતી, તેથી તે પોતાને રોકી ન શકી. ગુસ્સાને કંટ્રોલ ન કરી શકી અને તે મીટિંગ રૂમમાં ઘૂસી ગઈ અને ડાયરેક્ટર સાથે ઝઘડી. તેણે કહ્યું હતું કે 'પછી મારું સરદારની વાળું મગજ છટક્યું.' ત્યારબાદ તેણે લગભગ પાંચ મિનિટ સુધી પંજાબીમાં લોકોની સામે તેને ગાળ આપી.

આ દુ:ખદ અનુભવ ઉપાસનાને ભારે પડ્યો અને સાત દિવસ સુધી તેણે પોતાને પોતાના રૂમમાં બંધ કરી દીધું. એક્ટ્રેસ કહે છે, 'હું સાત દિવસ સુધી મારા રૂમમાંથી બહાર ન નીકળી. હું સતત રડતી રહી, વિચારી રહી કે હું લોકોને શું કહું.'

 

(7:45 PM IST)