News of Thursday, 4th September 2025
પંજાબ પૂરની બિહારમાં અસર વર્તાઈ : મધુબનીના સ્થળાંતરિત મજૂરો પર તોળાતું આજીવિકાનું સંકટ
પંજાબના ખેતરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો પર હવે રોજગારનું સંકટ ઘેરાયું

પંજાબમાં આવેલા વિનાશક પૂરે ત્યાંના લોકોનું બધું જ છીનવી લીધું છે, પરંતુ તેની પીડા હવે બિહારમાં પણ દેખાઈ રહી છે. મધુબની અને સહરસા જેવા જિલ્લાઓમાંથી સેંકડો સ્થળાંતરિત કામદારો, જેઓ પંજાબના ખેતરોમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેઓ હવે રોજગાર સંકટનો સામનો કરી રહ્યા છે.
મધુબનીના સેંકડો કામદારો દર વર્ષે પંજાબના ખેતરોમાં ડાંગર વાવવા અને કાપવા જાય છે. આ ખેતરો અને કોઠાર તેમના પરિવાર માટે ખુશીનો આધાર હતા. પરંતુ આ વખતે પૂરમાં ડૂબી ગયેલા ખેતરોએ કામદારોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વેતન બંધ થવાને કારણે પરિવારોમાં આર્થિક સંકટ ઘેરાવા લાગ્યું છે. જે કામદારોના પરિવારના સભ્યો પંજાબમાં ફસાયેલા છે, તેમના પરિવારો પણ તેમની સલામતીની ચિંતામાં છે.
પંજાબ મજૂરી કામ કરવા આવતા લોકો પંજાબમાં ભારે વરસાદ અને પૂરને કારણે હવે દિલ્હી-હરિયાણા મજૂરી કરવા જઈ રહ્યા છે. હરિયાણા જઈ રહેલા મજૂરોનું કહેવું છે કે તેમના ઘણા સાથીદારો હજી પણ પંજાબમાં ફસાયેલા છે અને વીજળીની કટોકટીને કારણે તેમનો સંપર્ક થઈ શકતો નથી
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
