News of Friday, 5th September 2025
સુવિખ્યાત આર્કિટેક્ટ કિશોર ત્રિવેદી દ્વારા ડિઝાઇન કરાયેલી આર્ટ ગેલેરીમાં સ્વ. પલ્લવી કિશોર ત્રિવેદીના ચિત્રોનું પ્રદર્શન યોજાશે : ઇન્ટિરિયર ડિઝાઇનર શૈલી ત્રિવેદી દ્વારા લખાયેલા પુસ્તક 'અબ્લેઝ ઈન સાયલન્સ' નું પણ કરાશે વિમોચન
આવતીકાલથી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં કલા પ્રદર્શનનો પ્રારંભ : પ્રસિદ્ધ કલાકાર વૃંદાવન સોલંકી ઉદ્ઘાટન કરશે : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહયોગ

રાજકોટ: રાજકોટના કલાપ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ પલ્લવી કિશોર ત્રિવેદી દ્વારા બનાવેલા ચિત્રોનું પ્રદર્શન આવતીકાલથી, સુવિખ્યાત આર્કિટેક્ટ કિશોર ત્રિવેદી (મો. 9824040886) દ્વારા ડિઝાઇન કરાયેલી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં યોજાશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજાઈ રહેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ કલાકાર શ્રી વૃંદાવન સોલંકીના હસ્તે થશે.
આ શુભ પ્રસંગે, સ્વર્ગસ્થ પલ્લવી ત્રિવેદીની પુત્રી અને જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર શૈલી ત્રિવેદી (મો. 9978602736) દ્વારા લખાયેલા પુસ્તક 'અબ્લેઝ ઈન સાયલન્સ'નું પણ વિમોચન કરવામાં આવશે. આ પુસ્તક માતાને પુત્રીની શ્રદ્ધાંજલિ છે, જેમાં કેનવાસ પાછળના કલાકારના આત્માનું પ્રતિબિંબ જોવા મળે છે.
કાર્યક્રમમાં રાજકોટના માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિનભાઈ ઠાકર, મનીષભાઈ રડિયા, માધવભાઈ દવે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પ્રદર્શનનું ઉદ્ઘાટન અને પુસ્તક વિમોચન, આવતીકાલે, 6 તારીખે સાંજે 6:30 વાગ્યા પછી થશે. ત્યારબાદ 7મી અને 8મી તારીખે સવારે 10:00 થી બપોરે 2:00 અને સાંજે 4:00 થી 8:00 વાગ્યા સુધી કલાપ્રેમીઓ માટે ખુલ્લું રહેશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પલ્લવી આર્ટ ફાઉન્ડેશન શહેરના તમામ કલા રસિકોને આ પ્રદર્શન નિહાળવા માટે હાર્દિક આમંત્રણ આપે છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
