News of Friday, 5th September 2025
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ટેક દિગ્ગજો સાથે ડિનર પાર્ટીનું આયોજન કર્યુ
મસ્ક ગેરહાજર : ડિનર પર આવેલા મહેમાનોને વારાફરતી પુછપરછ કરી તેમની રોકાણ યોજનાઓ વિશે : માઇક્રોસોફટના સહ સ્થાપક બિલગેટ્સ, ગુગલના સ્થાપક સેર્ગેઇબ્રિન, ઓપનએઆઇના ગ્રેગ બ્રોકમેન : માઇક્રોનના સંજય મહેતા સહિતના દિગ્ગજો થયા સામેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે મોટી ટેક કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે એક ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર થઈ રહેલા સંશોધનને બતાવ્યું અને દેશભરની કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા મોટા રોકાણોની પ્રશંસા કરી.
ટ્રમ્પે ટેબલ પર બેઠેલા દિગ્ગજોને ઉચ્ચ IQ ધરાવતા લોકો તરીકે સંબોધ્યા અને કહ્યું કે તેઓ આપણા દેશને એક નવા સ્તરે લઈ જશે. આ બેઠકમાં મેટા, ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ અને અન્ય મોટી કંપનીઓના વડાઓ હાજર હતા.
ટ્રમ્પ ખાસ કરીને જાણવા માંગતા હતા કે કંપનીઓ અમેરિકામાં કેટલું રોકાણ કરી રહી છે. મેટાના માર્ક ઝુકરબર્ગ અને એપલના ટિમ કૂકે $૬૦૦ બિલિયનના રોકાણની જાહેરાત કરી. ગૂગલના સુંદર પિચાઈએ $૨૫૦ બિલિયનના રોકાણની માહિતી આપી અને માઇક્રોસોફ્ટના સત્યા નાડેલાએ $૮૦ બિલિયનના રોકાણની માહિતી આપી.
જોકે, આ બેઠકમાં એલોન મસ્ક હાજર નહોતા. એક સમયે ટ્રમ્પની નજીક ગણાતા મસ્કનો આ યુએસ રાષ્ટ્રપતિ સાથે જાહેર વિવાદ થયો હતો. તેમના સ્થાને, OpenAIના સેમ ઓલ્ટમેન આ ડિનરમાં હાજરી આપી હતી.
મહેમાનોની યાદી લાંબી હતી, જેમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ગૂગલના સ્થાપક સેર્ગેઈ બ્રિન, ઓપનએઆઈના ગ્રેગ બ્રોકમેન, ઓરેકલના સીઈઓ સફરા કેટ્ઝ, બ્લુ ઓરિજિનના ડેવિડ લિમ્પ, માઇક્રોનના સંજય મહેતા, પેલાન્ટિરના શ્યામ શંકર અને સ્કેલ એઆઈના એલેક્ઝાન્ડર વાંગ જેવા મોટા નામોનો સમાવેશ થતો હતો. રાત્રિભોજન દરમિયાન, ટ્રમ્પે ટેક કંપનીઓના માલિકો અને સીઈઓને પૂછયું કે તેઓ અમેરિકામાં કેટલું રોકાણ કરી રહ્યા છે.
ટ્રમ્પની જમણી બાજુ બેઠેલા મેટાના માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તેઓ અમેરિકામાં $૬૦૦ બિલિયનનું રોકાણ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પ પછી એપલના સીઈઓ ટિમ કૂક તરફ વળ્યા. તેમણે ટિમ કૂકને પૂછયું, ૅઅને ટિમ... એપલ અમેરિકામાં કેટલા પૈસા રોકાણ કરશે? કારણ કે મને ખબર છે કે તે ઘણું હશે. અને તમે જાણો છો, તમે બીજે કયાંક હતા, અને હવે તમે ખરેખર મોટા પાયે પાછા આવી રહ્યા છો. તમે કેટલા પૈસા રોકાણ કરશો?
આના પર, ટિક કૂકે કહ્યું કે તેઓ અમેરિકામાં $૬૦૦ બિલિયનનું રોકાણ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે આગળ કહ્યું - ૬૦૦ બિલિયન ડોલર, તે ખૂબ જ સારી વાત છે, ઘણી બધી નોકરીઓ આવશે. અમને આ કરવાનો ખૂબ ગર્વ થશે. તમારો ખૂબ ખૂબ આભાર, હું તેની પ્રશંસા કરું છું.
આ પછી, ટ્રમ્પે ગુગલના સુંદર પિચાઈ સાથે વાત કરી અને તેમને પૂછયું કે તેઓ અમેરિકામાં કેટલા પૈસા રોકાણ કરી રહ્યા છે. સુંદર પિચાઈએ કહ્યું, અમે ૧૦૦ બિલિયન ડોલરથી ઘણા ઉપર છીએ. આગામી બે વર્ષમાં, તે અમેરિકામાં ૨૫૦ બિલિયન ડોલર થઈ જશે.
આ અંગે ટ્રમ્પે કહ્યું, આ ખૂબ સરસ છે, આ ખૂબ સરસ છે. અમને તમારા પર ગર્વ છે. આભાર, ઘણી બધી નોકરીઓ. પછી યુએસ રાષ્ટ્રપતિએ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાને પૂછયું કે તેમની કંપની અમેરિકામાં કેટલા પૈસા રોકાણ કરી રહી છે.
અમેરિકા માટે તેમની રોકાણ યોજના સમજાવતા, સત્યાએ કહ્યું કે આ વર્ષે અમે યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ ૭૫ થી ૮૦ અબજ ડોલરનું રોકાણ કરીશું. ટ્રમ્પે માઇક્રોસોફ્ટના સીઈઓનો પણ આભાર માન્યો.
વ્હાઇટ હાઉસના સ્ટેટ ડાઇનિંગ રૂમમાં મળેલી ટેક જાયન્ટ્સની આ બેઠકનું સૌથી આશ્ચર્યજનક પાસું એ હતું કે આ રાત્રિભોજનમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેક વર્લ્ડ ટાયકૂન એલોન મસ્કની ગેરહાજરી હતી. એક સમયે ટ્રમ્પના નજીકના મિત્રોમાંના એક એવા એલોન મસ્ક અને ડોનાલ્ડના સંબંધો હવે બગડી ગયા છે અને બંને એકબીજા સાથે સારા નથી. આ રાત્રિભોજનમાં, ટ્રમ્પે મસ્કના વિરોધી અને ટેક વર્લ્ડના બીજા મોટા ઉદ્યોગપતિ, ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનને આમંત્રણ આપ્યું અને તેમને ઘણી પસંદગી આપી.
વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત ટેક ડિનરમાં ભારતીય મૂળના સીઈઓ પ્રભુત્વ ધરાવતા હતા. તેમની વચ્ચે માઇક્રોસોફ્ટના સીઈઓ કે. સત્યા નડેલા, ગૂગલના સીઈઓ સુંદર હતા. પિચાઈ, માઈક્રોન ટેકનોલોજીસના સીઈઓ સંજય મેહરોત્રા, ટીઆઈબીસીઓના ચેરમેન અને પલાંતીરના સીટીઓ શ્યામ શંકર હાજર હતા.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
