News of Friday, 5th September 2025
સોનુ ૧,૦૯,૮૦૦ ની નવી ટોચે
આજે સોનામાં ૧૦ ગ્રામે વધુ ૩૦૦ રૂા.નો ઉછાળોઃ ચાંદીના ભાવ ૧,ર૭,૦૦૦ ની સપાટીએ સ્થિર

રાજકોટ, તા., ૫ : સોનામાં તેજીનો દોર યથાવત રહેતા રોજબરોજ નવી ઐતિહાસિક સપાટી જોવા મળી રહી છે. આજે વધુ ૩૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવે ૧,૦૯,૮૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૩૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧૦૯૫૦૦ રૂા. હતા તે વધીને આજે ૧૦૯૮૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૩૦૦૦ રૂપીયા વધ્યા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૯૫,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,૯૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. જો કે ચાંદીના ભાવમાં આજે કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,ર૭,૦૦૦ રૂા.ની સપાટીએ યથાવત રહયા હતા.
યુએસ અને ચીન ટ્રેડ ટેન્શન અને યુરોપીયન અર્થતંત્રની અનિヘતિતાના કારણે સોનાના ભાવો સતત વધી રહયા છે. આગામી દિવસોમાં હજુ પણ સોના-ચાંદીમાં નવી સપાટી જોવા મળે તો નવાઇ નહિ તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
