News of Friday, 5th September 2025
ઉદ્યોગપતિઓને શરમાવે તેટલી માલેતુજાર મંત્રીઓની 23 હજાર કરોડથી વધુ સંપત્તિ: ADR રિપોર્ટમાં ઘટસ્ફોટ
ગુજરાતના મંત્રીઓની સંપત્તિ રૂપિયા 701 કરોડ સાથે છઠ્ઠા ક્રમે : સૌથી ધનિક ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની સંપત્તિ રૂપિયા 372 કરોડ

નવી દિલ્હી :ADR દ્વારા જાહેર થયેલા રીપોર્ટમાં નવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચૂંટણી અને વર્તમાન રાજકીય સ્થિતિનું આકલન કરતી સંસ્થાએ ધનીક મંત્રીઓની યાદી તૈયાર કરી છે. રાષ્ટ્રીય કક્ષાએ જાહેર થયેલી આ યાદીમાં ગુજરાત છઠ્ઠા નંબર પર છે. જેમાં મંત્રીઓની કરોડોની સંપત્તિ જાહેર થઈ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ સામે થયેલી તપાસમાં તેમની સંપત્તિ વિશે વિગતો સામે આવી છે. સંશોધન કરતી સંસ્થા એડીઆર દ્વારા જાહેર થયેલા રીપોર્ટમાં 643 મંત્રીઓની 23 હજાર કરોડ કરતા વધુ સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. બહાર આવેલી વિગતો પ્રમાણે ગુજરાતના મંત્રીઓની સંપત્તિ રૂપિયા 701 કરોડ સાથે છઠ્ઠા ક્રમે છે. ગુજરાતના 23 મંત્રીઓની રૂપિયા 701 કરોડ સંપત્તિ છે. જેમાં સૌથી ધનિક ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની સંપત્તિ રૂપિયા 372 કરોડ થાય છે. જે ટોચના સો મંત્રીઓમાં 11માં સ્થાન પર છે
સંપત્તિમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા મંત્રી મંડળમાં આંધ્ર પ્રદેશ છે. જેના 28 મંત્રીઓની કુલ સંપત્તિ રૂપિયા 8972 કરોડ થાય છે. જ્યારે કર્ણાટકના 36 મંત્રીઓના સંપત્તિ રૂપિયા 4098 કરોડ થાય છે. મહારાષ્ટ્રના 47 મંત્રીઓની 2166 કરોડ. તેલંગાણાના 17 મંત્રીઓની સંપત્તિ રૂપિયા 1240 કરોડ, મધ્યપ્રદેશના 37 મંત્રીઓની સંપત્તિ રૂપિયા 1021 કરોડ અને ત્યારબાદ ગુજરાતનો છઠ્ઠો ક્રમ આવે છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત સરકારમાં મંત્રીઓ કરોડો રૂપિયાના કૌભાંડ કરી રહ્યા છે. બચૂ ખાબડ ઉત્તમ નમૂનો છે. જેમાં મનરેગાના એક જ તાલુકાના કામો રૂપિયા 100 કરોડથી વધુ થાય છે. ઈડી જેવી એજન્સીઓ તપાસ કરે તો અનેક નવા ખુલાસા થઈ શકે છે. એડીઆરના રીપોર્ટમાં જાહેર થયેલી વિગતો ટોપ 10 મંત્રીઓ કુલ સંપત્તિનો અડધો હિસ્સો ધરાવે છે. ધનિક મંત્રીઓની વિગતો એડીઆર દ્વારા જાહેર થઈ છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
