News of Friday, 5th September 2025
ઉજ્જૈન જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન કોમી તણાવ:લવ જેહાદની ઝાંખી દેખાડતા પથ્થરમારો
ઉજ્જૈન જિલ્લા મુખ્યાલયથી 50 કિમી દૂર મહિદપુર તહસીલમાં તંગદિલી: પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં શુક્રવારે મૂર્તિ વિસર્જન દરમિયાન કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. ઉજ્જૈન જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિમી દૂર મહિદપુર તહસીલમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો આમને-સામને આવી ગયા હતા. વિસર્જન દરમિયાન લવ જેહાદની ઝાંખી દેખાડવામાં આવતા બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
શુક્રવારે દુર્ગેશ્વરી સિદ્ધિવિનાયક ગણેશજીની ઝાંખી દરમિયાન હોબાળો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોભાયાત્રામાં લવ જેહાદની ઝાંખી બતાવવાને લઈને ઝઘડો થયો હતો. મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો ઝાંખીનો વિરોધ કરતા એકઠા થયા હતા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ભીડને વિખેરવાનું શરૂ કર્યું. પોલીસે હળવો બળપ્રયોગ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગણેશજીની ઝાંખી દર વર્ષે નીકળે છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
