News of Friday, 5th September 2025
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, ફોર્ટિસ હોસ્પિટલમાં ICUમાં દાખલ; આજના કેબિનેટ બેઠક પણ રદ!
ગુરુવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન પણ નાદુરસ્ત તબિયતને લીધે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે લાંબો સમય રહી શક્યા નહોતા.

ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં તેમને વધુ સારવાર માટે આઇસોલેશન ICU માં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સાથે તેમની પત્ની ડો. ગુરપ્રીત કૌર માન પણ છે.
આજે યોજાનારી કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક પણ રદ કરવામાં આવી છે, જોકે આ માટે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. એવી અટકળો છે કે મુખ્યમંત્રીના તીવ્ર તાવને કારણે આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન પણ તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે લાંબો સમય રહી શક્યા નહોતા.
આ સમાચાર સંબંધિત વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
