<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

માનસબલ: કાશ્મીરમાં શિવલિંગ જેવી આકૃતિ મળી, મુસ્લિમ યુવાને આપી સૌથી પહેલી જાણકારી

આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે આસ્થા જોવા મળી રહી છે, અને મુસ્લિમ યુવક દ્વારા આ જાણકારી આપવાના કિસ્સાએ સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગંદરબલ, કાશ્મીર : કાશ્મીરના ગંદરબલ જિલ્લાના માનસબલ વિસ્તારના ચેકી યાંગુરામાં એક પથ્થરની ખાણમાંથી શિવલિંગ જેવી આકૃતિ મળી આવતા સ્થાનિકોમાં કુતુહલ અને આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. આ પવિત્ર મૂર્તિની સૌથી પહેલી જાણકારી એજાઝ અહેમદ ઇલાહી નામના સ્થાનિક મુસ્લિમ યુવાને આપી હતી.

એજાઝે જણાવ્યું કે તેઓ ખાણ પાસે હતા ત્યારે તેમની નજર આ ખાસ આકૃતિ પર પડી. અગાઉ આ જ ખાણમાં તેમના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ આકૃતિ શિવલિંગ જેવી લાગતા તેમણે તાત્કાલિક તેની જાણ નજીકની SSB પોસ્ટ અને સૈનિક સ્કૂલ માનસબલને કરી હતી. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે આસ્થા જોવા મળી રહી છે, અને મુસ્લિમ યુવક દ્વારા આ જાણકારી આપવાના કિસ્સાએ સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

(10:00 PM IST)