<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

દિલ્હીમાં જનકપુરી ડિસ્ટ્રિક્ટ સેન્ટરના છઠ્ઠા માળે આવેલી એક મોટી ઓફિસમાં ભીષણ આગ

અડધો ડઝન અગ્નિશામક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા બાદ લગભગ ૨ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો અને આસપાસની ઓફિસોને બચાવી લેવામાં આવી હતી

નવી દિલ્‍હીઃ ગયા શનિવારે રાત્રે પશ્ચિમ દિલ્હીના જનકપુરી વિસ્તારમાં આવેલા ડિસ્ટ્રિક્ટ સેન્ટરના છઠ્ઠા માળે આવેલી એક મોટી ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આખી ઓફિસ આગની લપેટમાં આવી ગઈ હતી. આ અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. અડધો ડઝન અગ્નિશામક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ ૨ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો અને આસપાસની ઓફિસોને બચાવી લેવામાં આવી હતી.

(11:38 AM IST)