હોમશેર માર્કેટ મહારાષ્ટ્ર સરકારે ૮ સપ્ટેમ્બરને જાહેર રજા જાહેર કરી - શું શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ? જાણો
મહારાષ્ટ્ર સરકારે ઈદ-એ-મિલાદ-ઉન-નબી નિમિત્તે આવતીકાલે જાહેર રજા જાહેર કરી

મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારે ઈદ-એ-મિલાદ-ઉન-નબી નિમિત્તે સોમવાર, ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જાહેર રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગે બુધવારે એક સૂચના જારી કરીને આ માહિતી આપી છે. મુસ્લિમ સમુદાય દ્વારા કાઢવામાં આવેલા ઈદ-એ-મિલાદના જુલુસને ધ્યાનમાં રાખીને સરકારે આ ફેરફાર કર્યો છે. ઈદ-એ-મિલાદ-ઉન-નબી, જેને ઈદ મિલાદ-ઉન-નબી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રોફેટ મુહમ્મદના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે.
આ તહેવાર ખાસ કરીને સૂફી અને બરેલવી સમુદાય દ્વારા મોટા પાયે ઉજવવામાં આવે છે અને ધાર્મિક દૃષ્ટિકોણથી મુસ્લિમ સમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જોકે, આ રજાની ભારતીય શેરબજાર પર કોઈ અસર થશે નહીં. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને 8 સપ્ટેમ્બર, સોમવારના રોજ ખુલ્લા રહેશે અને ટ્રેડિંગ ચાલુ રહેશે.
રોકાણકારોની સુવિધા માટે, સમગ્ર વર્ષ 2025 માટેની રજાઓની યાદી BSE ની સત્તાવાર વેબસાઇટ (bseindia.com) પર ટ્રેડિંગ હોલિડેઝ ટેબમાં ઉપલબ્ધ છે. BSE અને NSE ની 2025 રજાઓની યાદી અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં કોઈ સુનિશ્ચિત રજા નથી.
2025 ની બાકીની બજાર રજાઓ
2 ઓક્ટોબર (ગુરુવાર): ગાંધી જયંતિ- દશેરા
21 ઓક્ટોબર (મંગળવાર): દિવાળી લક્ષ્મી પૂજન
22 ઓક્ટોબર (બુધવાર): દિવાળી-બલિપ્રતિપદા
5 નવેમ્બર (બુધવાર): પ્રકાશ ગુરુપુરબ શ્રી ગુરુ નાનક દેવ જી
25 ડિસેમ્બર (ગુરુવાર): નાતાલ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
