<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

શ્રધ્‍ધા પક્ષ શરૂ છતા સોનાના ભાવ આજે ફરી વધ્‍યા

ચાંદીનો ચળકાટ પણ વધ્‍યોઃ ૧.ર૮ લાખ આસપાસ ટ્રેડઃ જાણો તમારા શહેરના ભાવ

નવી દિલ્‍હીઃ આજથી શ્રાદ્ધ પક્ષની શરુઆત થઈ ગઈ છે પણ તેમ છતા સોનાનો ભાવ નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યો.

સપ્ટેમ્બરની શરુઆતની સાથે જ આજે બુલિયન માર્કેટ ખુલતા સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે

આજે દિલ્હીમાં  10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ધરખમ વધારો થયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,08,620 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 99,600 રૂપિયા પર છે. આ સાથે આજે સોનાના ભાવમાં 1200થી વધારે રુપિયાનો વધારો નોંધાયો છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,450 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,08,490 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹99,500 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,08,520 રૂપિયા છે.

આ સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ફરી મોટો વધારો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,26,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,28,000 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાથી વધારેનો વધારો નોંધાયો છે.

નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.

(2:52 PM IST)