<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

એક્ટર આશિષ કપૂર સામે હાઉસ પાર્ટી દરમિયાન વોશરૂમમાં બળાત્કાર કર્યો હોવાનો આરોપ :હવે નપુંસકતાનો ટેસ્ટ કરાયો

તીસ હજારી જિલ્લા અદાલતે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા: આરોપી આશિષ કપૂરની મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરાઈ હતી

મુંબઈ : ટીવીના જાણીતા અભિનેતા અને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના ફેમસ એક્ટર આશિષ કપૂર અંગે થોડા દિવસો પહેલાં જ ખબર આવી રહી હતી કે દિલ્હી પોલીસે એક રેપ કેસમાં તેમની ધરપકડ કરી છે. હવે આ મામલે નવી માહિતી સામે આવી રહી છે.

    માહિતી મુજબ, શુક્રવારે એઇમ્સ હોસ્પિટલમાં અભિનેતાનું મેડિકલ પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને હવે શનિવારે તીસ હજારી જિલ્લા અદાલતે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. જણાવી દઈએ કે એક મહિલાએ આશિષ પર આરોપ લગાવ્યો છે કે તેણે મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે 

    માહિતી મુજબ, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે , શુક્રવારે આશિષનું એઇમ્સમાં મેડિકલ પોટેન્સી ટેસ્ટ કરાયું હતું અને આ રિપોર્ટને તેમના વિરુદ્ધ ચાલી રહેલા બળાત્કાર કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે વાપરવામાં આવશે. તેમના વિરુદ્ધ દિલ્હીના સિવિલ લાઈન્સ થાણેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે દિલ્હીની તીસ હજારી કોર્ટએ એક્ટરને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખ્યા છે. 

   દિલ્હીના સિવિલ લાઈન્સ થાણેમાં 11 ઓગસ્ટે એક મહિલાએ આશિષ વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીની એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષે તેને વોશરૂમમાં લઈ જઈને તેની સાથે બળજબરી કરી હતી.

 જો કે, શરૂઆતમાં પીડિતાએ પોતાની એફઆઈઆરમાં આશિષ કપૂર, તેમના મિત્ર, મિત્રની પત્ની અને બે અજાણ્યા લોકોના નામો પણ ઉમેર્યા હતા. પરંતુ પછી તેમણે પોતાનું નિવેદન બદલ્યું અને માત્ર એક્ટરના નામે જ ફરિયાદ નોંધાવી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી આશિષ કપૂરની મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની પ્રવૃત્તિઓને ઘણી જગ્યાએ ટ્રેક કરવામાં આવી હતી અને સતત ટ્રેકિંગ બાદ તેમને પુણેમાંથી જ અરેસ્ટ કરવામાં આવ્યા હતા

આશિષએ ‘સરસ્વતીચંદ્ર’, ‘લવ મેરેજ યા અરેન્જ મેરેજ’, ‘ચાંદ છુપા બાદલ મેં’, ‘દેખાએક ખ્વાબ’, ‘મોલ્કી - રિશ્તો કી અગ્નિ પરીક્ષા’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘વો અપના સાથી’ અને ‘બંદિની’ સહિતના અનેક શોમાં કામ કર્યું છે.  

 

(4:30 PM IST)