<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

દુનિયાની મોંઘામાં મોંઘી સ્‍કૂલ! વાર્ષિક ફી આશરે રૂા.૧,૧૩,૭૩,૭૮૦

૪૫૦ વિદ્યાર્થીઓ માટે ૧૨૦ શિક્ષકો

 

જીનીવા તા.૮: આજકાલ શિક્ષણ માત્ર જ્ઞાન મેળવવા કે પરીક્ષાઓમાં પાસ થવા સુધી સીમિત રહ્યું નથી. શિક્ષણ હવે સ્‍ટેટસ, પ્રતિષ્ઠા અને જીવનશૈલીનું પ્રતીક બની ગયું છે.  ત્‍યારે દુનિયામાં સૌથી મોંઘી સ્‍કૂલ કઈ છે અને ક્‍યાં આવેલી છે?

સ્‍વિટ્‍ઝરલેન્‍ડમાં આવેલી, Institut Le Roseyને દુનિયાની સૌથી મોંઘી અને પ્રતિષ્ઠિત બોર્ડિંગ સ્‍કૂલ માનવામાં આવે છે. ૧૮૮૦માં પોલ એમિલ કાર્નલે આ સ્‍કૂલની સ્‍થાપના કરી હતી અને તેને સ્‍કૂલ ઓફ કિંગના નામે પણ ઓળખવામાં આવે છે. પોતાના અદ્ભુત ઇતિહાસ અને પ્રતિષ્ઠાના કારણે, અહીં દુનિયાના ઘણાં શાહી પરિવારો અને ઉચ્‍ચ વર્ગના બાળકોએ અભ્‍યાસ કર્યો છે.

મીડિયા રિપોર્ટ્‍સનું માનીએ તો આ સ્‍કૂલની વાર્ષિક ફી આશરે રૂા. ૧,૧૩,૭૩,૭૮૦ છે. આ ફીમાં રહેવાનું, જમવાનું અને શિક્ષણ અને અન્‍ય વધારાની પ્રવૃત્તિઓ સામેલ છે. જેમાં સંગીત, રમત અને ઘોડેસવારી સામેલ છે.

આ સ્‍કૂલમાં આશરે ૪૫૦ વિદ્યાર્થીઓ છે જે લગભગ ૬૦ દેશમાંથી આવે છે. અહીં આશરે ૧૨૦ શિક્ષકો છે, એટલે કે, દર ૩ કે ૪ વિદ્યાર્થી પર એક શિક્ષક હોય છે. Institut Le Roseyમાં વિદ્યાર્થીઓને ઇન્‍ટરનેશનલ બેકાલોરેટ (IB) અને ફ્રેન્‍ચ બેકાલોરેટ જેવા વિશ્વસ્‍તરીય વિકલ્‍પો સુધી પહોંચ મળશે. આધુનિક ક્‍લાસ રૂમ, એક મોટું સ્‍પોર્ટસ ગ્રાઉન્‍ડ, સ્‍વિમિંગ પૂલ અને ટેનિસ કોર્ટ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્‍સાહન આપવામાં મદદ કરે છે.

મીડિયા સૂત્રો અનુસાર, સ્‍કૂલમાં ટોપ ક્‍લાસ સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં તળાવના કાઠે એક મહેલ, સ્‍ટીમ રૂમ, હોટ ટબ, ટેનિસ કોર્ટ અને એક સેલિંગ બેઝ સામેલ છે. ડિનરના સમયે વિદ્યાર્થીઓને ઔપચારિક વષો પહેરવા પડે છે, જેમાં છોકરાઓ બ્‍લેઝર અને ટાઈ પહેરે એવી આશા કરવામાં આવે છે. આ સ્‍કૂલને સ્‍કૂલ ઓફ કિંગ્‍સ કહેવામાં આવે છે. કેમ કે, તેના પ્રસિદ્ધ ઇતિહાસ, પ્રતિષ્ઠિત પૂર્વ વિદ્યાર્થીઓમાં, રોયલ પરિવારો અને પ્રસિદ્ધ વંશ જેવા રોકફેલર્સ અને રોથ્‍સચાઇલ્‍ડ્‍સના સભ્‍યો સામેલ છે.(૩૮.૧૪)

(5:05 PM IST)