News of Monday, 8th September 2025
ફરીદાબાદમાં એસીમાં ભયંકર બ્લાસ્ટઃ પરિવારના ૩ સભ્યોના મોત
આખું ઘર આગની ઝપેટમાં: પાલતુ કુતરાનું પણ મોત

ફરીદાબાદ, તા.૮: હરિયાણાના ફરીદાબાદની ગ્રીન ફિલ્ડ કોલોની... સોમવારે સવારના ૩ વાગ્યા હતા. અહીં એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. નજીકના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પહેલા માળે એક ફ્લેટમાં એસી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ત્યાં રહેતા લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેનાથી પડોશીઓ રાહતનો શ્વાસ લઈ શકયા હતા. પરંતુ પછી આખા ઘરમાં આગ અને ધુમાડો ફેલાઈ ગયો હતો. કોઈને ખ્યાલ નહોતો કે બીજા માળે પણ એક પરિવાર રહે છે. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે કોઈને તેને બુઝાવવાની હિંમત નહોતી. જ્યારે બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બીજા માળનો દરવાજો તોડી નાખ્યો ત્યારે અંદર ત્રણ મળતદેહો હતા. આ અકસ્માતમાં પતિ, પત્ની અને પુત્રીનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત સોમવારે સવારે ૩ વાગ્યે થયો હતો, જ્યારે આખો પરિવાર પોતપોતાના રૂમમાં સૂઈ રહ્યો હતો. પડોશીઓના જણાવ્યા મુજબ, અચાનક બોમ્બ જેવો વિસ્ફોટ થયો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ચાર માળનું ઘર આગની લપેટમાં આવી ગયું હતું. પહેલા માળે લાગેલી આગમાંથી નીકળતો ધુમાડો બીજા માળે પહોંચ્યો હતો. આ અકસ્માતમાં પરિવારના વડા સચિન કપૂર, તેમની પત્ની રિંકુ કપૂર અને પુત્રી સુજન કપૂરનું મોત થયું હતું. ઉપરાંત, અકસ્માતમાં એક પાલતુ કૂતરાનું પણ મોત થયું હતું.
ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી. ગ્રીન ફિલ્ડ કોલોની પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને મળતદેહોને કબજે લીધા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખ્યા હતા. બીજી તરફ, ફાયર વિભાગે ખૂબ જ મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો હતો.
પાડોશી મયંકે જણાવ્યું હતું કે તેની માતાએ તેને આગ વિશે જાણ કરી હતી. વિસ્ફોટને કારણે તેની માતા જાગી ગઈ હતી. ત્યારબાદ તેની માતાએ તેને કહ્યું હતું કે પાડોશીના ઘરમાં આગ લાગી છે, જેના કારણે તે ત્યાં દોડી ગયો હતો. બીજા માળે એક પરિવાર ફસાયો હતો. મળતક સચિન કપૂરનો પુત્ર આર્યન બીજી બાજુ ગ્રીલ પર લટકતો હતો. તેના પગમાં ઈજા થઈ હતી. કટર મશીનથી ગેટ કાપીને તેને બચાવી લેવામાં આવ્યો હતો.
તે જ સમયે, એક પાડોશી મહિલાએ જણાવ્યું હતું કે એસી બ્લાસ્ટને કારણે પહેલા માળે આગ લાગી હતી. જે ફ્લેટમાં આગ લાગી હતી તે ફ્લેટના લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હોવા છતાં, પહેલા માળેથી ધુમાડો બીજા માળે પહોંચ્યો હતો. દરવાજો અંદરથી બંધ હતો, જેના કારણે પતિ, પત્ની અને પુત્રીનું ગૂંગળામણથી મળત્યુ થયું.
આ પરિવાર લાંબા સમયથી ગ્રીન ફિલ્ડ કોલોનીમાં રહેતો હતો. પરિવારનો પુત્ર ગંભીર રીતે ઘાયલ છે અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, તેની હાલત ગંભીર છે અને સારવાર સતત ચાલી રહી છે. પડોશીઓનું કહેવું છે કે મોડી રાત્રે ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈને તેઓ ડરી ગયા હતા અને તરત જ અવાજ કરીને બાકીના લોકોને જગાડ્યા હતા. જો સમયસર આગ પર કાબુ મેળવ્યો હોત તો કદાચ આટલી મોટી દુર્ઘટના અટકાવી શકાઈ હોત. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો છે. પરિવારના અકાળ મળત્યુથી લોકો ખૂબ જ દુઃખી છે અને દરેકની આંખો ભીની છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મળતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
