News of Monday, 8th September 2025
અકસ્માતમાં બાળક જો દિવ્યાંગ થાય તો ઓછું વળતર આપી શકાય નહીં કે તે કમાતો નથી :સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટના આદેશને બદલતા વળતર 8.65 લાખ રૂપિયાથી વધારીને 35.90 લાખ રૂપિયા કર્યું : સગીરની આવકનું આકલન કમસે કમ તે રાજ્યમાં નક્કી કુશળ મજૂરની ન્યૂનતમ મજૂરીના આધાર પર થવું જોઈએ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ બાળક રોડ અકસ્માતમાં દિવ્યાંગ થઈ જાય તો તેને ખાલી આ કારણે ઓછું વળતર ન આપી શકાય કે તે કમાતો નહોતો. તેની સાથે કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને બદલતા વળતર 8.65 લાખ રૂપિયાથી વધારીને 35.90 લાખ રૂપિયા કરી દીધું છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે કહ્યું કે સગીરની આવકનું આકલન કમસે કમ તે રાજ્યમાં નક્કી કુશળ મજૂરની ન્યૂનતમ મજૂરીના આધાર પર થવું જોઈએ. .
14 ઓક્ટોબર 2012ના ઈન્દોરમાં આઠ વર્ષનો હિતેશ પટેલ પોતાના પિતા સાથે રોડ પર ઊભો હતો. ત્યારે એક ગાડીએ તેને અચાનક ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં તે ઘાયલ થઈ ગયો, જેના કારણે હિતેશને ગંભીર ઈજા થઈ અને તે 30 ટકા દિવ્યાંગ થઈ ગયો
એટલા માટે હિતેશના પરિવારે 10 લાખ રૂપિયા વળતર આપવાની માગ કરી. ન્યાયાધિકરણે વીમા કંપનીને આદેશ આપ્યો કે તે હિતેશને 3 લાખ 90 હજાર રૂપિયાનું વળતર આપે. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો. હાઈકોર્ટે એવું કહ્યું કે, હિતેશ ખાલી આઠ વર્ષનો છે, વળતરની રકમ વધારીને 8 લાખ 65 હજાર કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ સગીરને કમાણી ન કરનારો માનવું ખોટું છે. કારણ કે બાળકનું ભવિષ્ય નક્કી નથી હોતું. કોર્ટે 2012માં ગુજરાતમાં કુશળ મજૂરની ન્યૂનતમ મજૂરી 227.85 રૂપિયા પ્રતિદિવસ માનીને હિતેશની માસિક આવક 6838 રૂપિયા નક્કી કરી. ત્યાર બાદ તેમાં 40 ટકા ભવિષ્યની સંભાવનાઓને જોડી અને 90 ટકા સ્થાયી દિવ્યાંગતાને ધ્યાનમાં રાખતા કૂલ વળતર 35.90 લાખ રૂપિયા નક્કી કર્યું છે
કોર્ટે કહ્યું કે, હિતેશને બીજા નુકસાનો માટે પણ વળતર મળશે. તેને 5 લાખ રૂપિયા દર્દ અને તકલીફો માટે, 3 લાખ રૂપિયા લગ્નના અવસરે થનારા નુકસાન માટે અને 5 લાખ રૂપિયા કૃત્રિમ પગ માટે આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, જો કોઈ કેસમાં આવકનો સાચો પૂરાવો ન હોય તો વીમા કંપનીને આ જાણકારી આપવી પડશે કે તે રાજ્યમાં ન્યૂનતમ મજૂરી કેટલી છે. આ નિયમ હવે દેશના તમામ મોટર દુર્ઘટના દાવા ન્યાયાધિકરણમાં લાગૂ થશે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
