<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

રેપનો શિકાર બનેલી ૧૧ વર્ષની કિશોરીએ બાળકને જન્‍મ આપ્‍યો

જોકે જન્‍મના અડધો જ કલાકમાં નવજાત બાળક મૃત્‍યુ પામ્‍યું હતું

બરેલી,તા.૦૯: ઉત્તર પ્રદેશના બરેલીમાં ૧૧ વર્ષની એક કિશોરી છેલ્‍લા ઘણા દિવસથી પેટમાં દુખાવો થવાની ફરિયાદ કરી રહી હતી એટલે તેને ખાવાનું પચવામાં તકલીફ છે એમ સમજીને તેના પેરન્‍ટ્‍સ દવાખાને લઈ ગયા. એ વખતે ડોક્‍ટરે સોનોગ્રાફી કરી તો ખબર પડી કે તેને પાચનમાં કોઈ તકલીફ નથી, પરંતુ તે પ્રેગ્નન્‍ટ છે. એ પણ ૭ મહિના થઈ ચૂક્‍યા છે. એ દરમ્‍યાન કિશોરીને પેટમાં દુઃખાવો વધી ગયો અને પાણી છૂટી જતાં તરત ડિલિવરી કરાવવી પડી. ગયા ગુરુવારે તેણે બાળકને જન્‍મ આપ્‍યો હતો. જોકે જન્‍મના અડધો જ કલાકમાં નવજાત બાળક મૃત્‍યુ પામ્‍યું હતું. બીજી તરફ પોલીસે આ બાબતે સંજ્ઞાન લઈને છોકરીને પૂછ્‍યું ત્‍યારે તેણે રાશિદ નામના નજીકમાં રહેતા પાડોશીનું નામ આપ્‍યું હતું. રાશિદ પરણેલો છે અને તેને બે બાળકો છે. તેના ઘરે કોઈ નહોતું ત્‍યારે તેણે આ કિશોરીને ફૂટની લાલચ આપીને તેના ઘરે બોલાવી હતી અને જાતીય શોષણ કર્યું હતું. રેપ કરીને તેણે છોકરીનો વિડિયો પણ ઉતાર્યો હતો અને ધમકી આપી હતી કે જો કોઈકને કહેશે તો આ વિડિયો માબાપને બતાવી દઈશ. આ જ વિડિયોનો ડર બતાવીને બ્‍લેકમેઇલ કરીને તે એ પછી ઘણી વાર કિશોરી પર રેપ કરી ચૂક્‍યો હતો. પોલીસે રાશિદને પકડી લીધો હતો.

(9:36 AM IST)