News of Thursday, 11th September 2025
૧૧ સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીનો જન્મદિવસઃ ૭૫ વર્ષની ઉંમરે પણ રાષ્ટ્રસેવાને સમર્પિત
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં જન્મઃ પિતા ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતાઃ ભૂગર્ભમાં રહીને કટોકટી દરમિયાન સંઘ કાર્યને દિશા આપીઃ ૨૦૦૯થી સરસંઘચાલક પદે

નવી દિલ્હીઃ આજે, ૧૧ સપ્ટેમ્બરના રોજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતજીનો જન્મદિવસ છે. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં જન્મેલા ડો. ભાગવતે પોતાનું જીવન રાષ્ટ્રસેવાને સમર્પિત કર્યું છે. તેમના જીવન પર સંઘના મૂલ્યોની ઊંડી અસર નાનપણથી જ પડી હતી.
સંઘ પરંપરાનો વારસોઃ ડો.ભાગવતના પિતા, મધુકરરાવ ભાગવત, ૧૯૪૪ થી ૧૯૫૧ સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક રહી ચૂક્યા હતા. તેમના મધુર વ્યવહાર અને વાણીને કારણે આ છ વર્ષના ગાળામાં ગુજરાતનાં લગભગ ૧૧૫ ગામોમાં સંઘની શાખાઓનો પાયો નખાયો હતો. ઘરમાં સંઘનું જ વાતાવરણ હતું, અને તેમના માતા પણ રાષ્ટ્રસેવિકા સમિતિનું કામ કરતા હતા. શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્યા હતા, અને સંઘના સંસ્કારો તેમના જીવનમાં વણાઈ ગયા હતા.
શિક્ષણ અને પ્રચારક તરીકેનો પ્રવાસઃ ડો.ભાગવતે પંજાબરાવ કૃષિ વિદ્યાપીઠમાંથી વેટરનરી ડોક્ટરની ઉપાધિ મેળવી છે. ૧૯૭૫માં, તેમણે સંઘના પ્રચારક તરીકેનું કાર્ય સ્વીકાર્યું, તે જ સમયે દેશમાં કટોકટી જાહેર થઈ. કટોકટી દરમિયાન તેમણે ભૂગર્ભમાં રહીને સંઘ કાર્યનું દિશાદર્શન કર્યું હતું, જ્યારે તેમના માતા-પિતા અને ભાઈની ધરપકડ થઈ હતી. કટોકટી દૂર થયા બાદ, ૧૯૭૭માં તેમને નાગપુર અને વિદર્ભ વિભાગ પ્રચારકની જવાબદારી સોંપાઈ. સંઘમાં વિવિધ જવાબદારીઓઃ ૧૯૮૭માં તેઓ અખિલ ભારતીય સહ-સરકાર્યવાહ બન્યા. ત્યારબાદ, ૧૯૯૧માં અખિલ ભારતીય શારીરિક શિક્ષણ પ્રમુખ અને ૧૯૯૯માં અખિલ ભારતીય પ્રચારક પ્રમુખ તરીકેની જવાબદારીઓ તેમણે નિભાવી. વર્ષ ૨૦૦૦માં જ્યારે સંઘના સરકાર્યવાહ શેષાદ્રિજીએ નિવૃત્તિ લીધી, ત્યારે મોહનજીને અખિલ ભારતીય સરકાર્યવાહની જવાબદારી સોંપાઈ, જે તેમણે ૨૦૦૯ સુધી સુપેરે નિભાવી. હાલમાં, તેઓ સંઘના સરસંઘચાલક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. (
(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
