<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ગુગલ Geminiના નવા Nano Banana ફીચરથી થોડીક જ સેકન્ડ્સમાં ફોટોને 3D ડિજિટલ ફિગરમાં ફેરવી શકાય

જાણો આ નવા ફીચર્સની મદદથી કેવી રીતે AI ટૂલનો ઉપયોગ કરીને 3D ઇમેજ બનાવી શકાય

સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, 3D ડિજિટલ ફિગર. સામાન્ય લોકો તો આનો ઉપયોગ કરી જ રહ્યા છે, સાથે જ સેલેબ્સ અને રાજનેતાઓ પણ આ ટ્રેન્ડમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ AI ટૂલનો ઉપયોગ કરીને એક ફોટો પોસ્ટ કર્યો, જેને લોકોએ ખૂબ જ લાઇક કર્યો. એવામાં જો કોઈએ આવી જ રીતે AI ટૂલથી પોતાની 3D ઇમેજ બનાવવી હોય, પરંતુ કેવી રીતે બનાવવી એ ન ખબર હોય, તો ચાલી જાણીએ કે AI ટૂલનો ઉપયોગ કરીને 3D ઇમેજ કેવી રીતે બનાવી શકાય

    Google Geminiમાં તાજેતરમાં એક નવું ફીચર આવ્યું છે - Gemini 2.5 Flash Image. સામાન્ય ભાષામાં તેને Nano Banana પણ કહેવામાં આવી રહ્યું છે. આ AI ટૂલ કોઈપણ ફોટોને થોડીક જ સેકન્ડમાં 3D મોડેલમાં બદલી નાખે છે અને જે સામાન્ય ફોટોથી એકદમ અલગ દેખાય છે. નોંધનીય છે કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારના પૈસા ચૂકવવા પડશે નહીં. તે સંપૂર્ણપણે ફ્રી છે 

   

  • ફોનમાં Google Gemini ડાઉનલોડ કરો.
  • Google AI સ્ટુડિયો પર ક્લિક કરો.
  • હોમ પેજ પર, Gemini 2.5 Flash Imageનું ઓપ્શન મળશે.
  • કેવો ફોટો જોઈએ છે, તેનો પ્રોમ્પ્ટ એન્ટર કરો.
  • 3D ફોટો માટે, + થી ફોટો અપલોડ કરો.
  • ફોટો થોડીક સેકંડમાં તૈયાર થઈ જશે.
  • છેલ્લે આ ફોટો ફોન પર ડાઉનલોડ કરી દો
  • ChatGPTની જેમ, Google Gemini પણ એક AI પ્લેટફોર્મ છે, જે Google Researchની મદદથી બનાવવામાં આવ્યું છે. Google Geminiથી ટેક્સ્ટ, ફોટો અને વીડિયો બનાવી શકાય છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ ભણવાથી લઈને ઓફિસના કામ સુધી દરેક વસ્તુ માટે થઈ શકે છે. તેનો ઉપયોગ ફોન અને ડેસ્કટોપ બંને પર થાય છે.

 

(1:14 PM IST)