<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

સોનિયા ગાંધીને રાઉઝ એવન્યુ કોર્ટથી મોટી રાહત: મતદાર ઓળખપત્ર કેસમાં દાખલ અરજી ફગાવી

અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે તેમણે 1983 માં નાગરિકતા મેળવી હતી, ત્યારે 1980 માં મતદાર યાદીમાં તેમનું નામ કયા દસ્તાવેજોના આધારે સામેલ કેમ થયું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે નાગરિકતા મેળવ્યા વિના મતદાર યાદીમાં નામ દાખલ કરવાના આરોપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ નોંધવા અને તપાસ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે.

 

સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983 ના રોજ નાગરિકતા મેળવી હતી. જ્યારે તેમનું નામ 1980 ની મતદાર યાદીમાં સામેલ હતું. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે 1980 માં નવી દિલ્હીની મતદાર યાદીમાં નામ કેવી રીતે સામેલ કરવામાં આવ્યું?

 

 

અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે 1982 માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી કેમ કાઢી નાખવામાં આવ્યું? અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે તેમણે 1983 માં નાગરિકતા મેળવી હતી, ત્યારે 1980 માં મતદાર યાદીમાં તેમનું નામ કયા દસ્તાવેજોના આધારે સામેલ કરવામાં આવ્યું હતું, ત્યારે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? અરજીમાં દિલ્હી પોલીસને કેસ નોંધવા અને મામલાની તપાસ કરવા અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

(10:37 PM IST)