News of Thursday, 11th September 2025
મુંબઈમાં `લાલબાગચા રાજા`ને ધરાવેલી ભેટ-વસ્તુઓની હરાજીનું આયોજન : ભક્તોએ દિલ ખોલીને ખરીદી કરી
સોનાની ચેઇન્સ, બાપ્પાની મૂર્તિઓ, ક્રિકેટ બેટ, સોનાના મોદક અને ઘણી બધી વસ્તુઓ જે ભક્તો દ્વારા ભગવાન લાલબાગચા રાજાને અર્પણ કરાઈ હતી તેની હરરાજીનું આયોજન

મુંબઈમાં લાલબાગચા રાજાને ભાવિક ભક્તો તરફથી લાખોની ભેટ-સાગોદ ચડાવવામાં આવે છે. લાલબાગચા રાજાના વિસર્જન બાદ આજે એટલે કે 11 સપ્ટેમ્બર 2025ના રોજ મુંબઈમાં `લાલબાગચા રાજા`ને ધરાવેલી ભેટ-વસ્તુઓની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈના જુદાં જુદાં વિસ્તારોમાંથી બાપ્પાને ધરાવાયેલ ભેટને લોકોએ ખરીદવા આવ્યા હતા. લાલબાગચા રાજા - હરાજી ચાલુ છે: સોનાની ચેઇન્સ, બાપ્પાની મૂર્તિઓ, ક્રિકેટ બેટ, સોનાના મોદક અને ઘણી બધી વસ્તુઓ જે ભક્તો દ્વારા ભગવાન લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવી છે તે અહીં હરાજી માટે મૂકાઈ છે
લાલબાગચા રાજાને ચડાવવામાં આવેલી ભેટ-સોગાદોની હરાજીની તસવીરો સામે આવી છે
મુલુંડના નાગેશ દેસાઈએ લાલબાગચા રાજાને પધરાવવામાં આવેલી ભેટ-સોગાદોમાં હરાજીમાં પ્રથમ ખરીદી કરી, 56 ગ્રામની ચાંદીની ગણેશ મૂર્તિ 50,000 રૂપિયામાં મેળવી
ગોરેગાંવના સુયોગ વર્દેએ પોતાના કાકા અનિલ મ્હાત્રે માટે 38,000 રૂપિયામાં મૂષક ખરીદી, લાલબાગચા રાજાનો મનસૂબો પૂર્યો.
બોરીવલીનાં જયશ્રી શાહે 244 ગ્રામનું ચાંદીનું મોદક 41,000 રૂપિયામાં લાલબાગચા રાજાની હરાજીમાં મેળવી.
લાલબાગના રાજેન્દ્ર ચવ્હાણ અને ઉલ્હાસનગરના સુરેશ જસવાણીએ મળીને 25,000 રૂપિયામાં ચાંદીની ગદા ખરીદી.
તાડદેવના દિલીપ અંધલે લાલબાગચા રાજાની ભેટ-વસ્તુઓની હરાજીમાં 35,000 રૂપિયામાં ચાંદીનો નાળિયેર પામ્યા
પનવેલના અશોક ચોરડિયાએ સૌથી મોટી બોલી લગાવી, 61,000 રૂપિયામાં મોટો ચાંદીનો મોદક મેળવ્યો.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
