News of Friday, 12th September 2025
IT રિટર્ન ફાઈલ કરવાની અંતિમ સમય મર્યાદા ૧૫ સપ્ટેમ્બર
સરકાર સમય મર્યાદા લંબાવે તેવી માગણી : છેલ્લી ઘડીએ પોર્ટલ ઉપર ધસારાના કારણે મુશ્કેલી

નવી દિલ્હી તા.૧૨: આકારણી વર્ષ ૨૦૨૫-૨૮ (નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫) માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ સમય મર્યાદાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે સરકારે ૩૧મી જુલાઈના બદલે ૧૫મી સપ્ટેમ્બર સુધી સમય મર્યાદા વધારી હતી. જોકે કરદાતાઓ અને ચાર્ટી એકાઉન્ટન્સ દ્વારા સરકાર હજી પણ સમય મર્યાદા વધારે તેવી રજૂઆત થઈ છે. એવી માગણી થઈ છેકે, પોર્ટલમાં મુશ્કેલી, પ્રોસેસિંગમાં વિલંબ અને આઇટીઆર રિફંડ સ્ટેટસની સમસ્યાઓના કારણે કરદાતાઓને રિટને ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ઉલ્લેખનીય છેકે, અગાઉ ૩૧મી જુલાઈ અંતિમ સમય મર્યાદા હતી પણ સરકારે તેને ગંભાવીને ૧૫મી સપ્ટેમ્બર કરી હતી. એ વખતે સરકારે અર્પોટેડ આઇટીઆર ફોર્મ અને યુટિલીટીઝમાં વિલંબ તથા પરિચાલન સંબંધી તૈયારીને નજરમાં રાખીને કરદાતાઓને વધારાનો સમય આપ્યો હતો.
ઈન્કમટેક્સની વેબસાઈટ મુજબ અત્યાર સુધીમાં ૫.૩ કરોડ ઉપરાંત કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કર્યા છે. તેમાંથી ૪.૯૯ કરોડ રિટર્ન વેરીફાઈ થયા છે અને ૩.૫૮ કરોડ રિટને પ્રોસેસ પણ થયા છે. આથી આઇટીઆર ફાઇલ કરવાની બાબત સમયસર મનાય છે. આથી કરદાતાઓએ હવે વિલંબ ન કરવો જોઈએ. પગારદારી અને જે કરદાતાના રિટર્ન ફાઈલ કરવામાં ઓડિટની જરૂર નથી તેમને ૧૫મી સુધીમાં ફાઈલ કરવા જરૂરી છે. જયારે જેમના હિસાબો ઓડિટ કરાવીને રિટર્ન હોય છે તેમના માટે ૩૦મી સપ્ટેમ્બર છે.
ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પેક્ટિશનર્સે પણ કેન્દ્રિય નાણાં મંત્રીને રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા વધારવા માટે રજૂઆત કરી છે. સંસ્થાના ખજાનચી ભાસ્કર પટેલે જણાવ્યું છેકે, દેશના પણા રાજ્યોમાં પુરની પરિસ્થિતિ છે. ફોર્મ અને યુટિલિટીઝનો મુદ્દો. ફોર્મ 2EAS AIS અને TISમાં મિસમેચ સહિતના મુદ્દા છે ત્યારે નોન ઓડિટના કેસમાં રિટર્ન ફાઇલ કરવાની મુદત ૧૫ ઓકટોબર કરવી. ટેક્સ ઓડિટના રિપોર્ટ માટે ૩૧મી ઓકટોબર, ઓડિટના કેસમાં રિટર્ન ૩૦મી નવેમ્બર કરવાની જરૂર છે.(૩૮.૭)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
