News of Friday, 12th September 2025
મારબલના વેપારીઓના જીએસટીના ૧૩ ટકા ફસાઈ જશેઃ મૂડી ખર્ચ વધશે
ફિનિશ્ડ મારબલ પર ૫ ટકા, કાચા માલ પર ૧૮ ટકા જીએસટી ખાણમાંથી કાઢવામાં આવતા મારબલના બ્લોકની સીધી ખરીદી કરીને ફિનિશ્ડ પ્રોડક્ટ તૈયાર કરતાં વેપારીઓની હાલાકી વધશે

નવી દિલ્હી તા.૧૨: બાવીસમી સપ્ટેમ્બરથી નવી અમલમાં આવનારી જીએસટીની બે સ્લેબની સિસ્ટમમાં મારબલના વેપારીઓને મળવાપાત્ર ૧૩ ટકા ઈનપુટ ટેક્સ ક્રેડિટ ફસાઈ જશે. આમ નવી વ્યવસ્થા હેઠળ મારબલનો વેપાર ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં આવી ગયો છે. પરિણામે તેમણે ધંધો કરવા માટે વધુ મૂડી લગાવવી પડશે. તેમના નાણાં સરકારની તિજોરીમાં સલવાયેલા જ રહેશે. ખાણમાંથી સીધા બ્લોક્સ ખરીદને તેમાંથી ફિનિશ્ડ પ્રોડક્ટ્સ તૈયાર કરનારા વેપારીઓને આ તકલીફ પડશે.
ખાણમાંથી નીકળતા મારબલ- આરસપહાણના બ્લોક્સ પર ચૂકવવામાં આવતી રોયલ્ટીની રકમ પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૧૮ ટકાના દરે વસૂલવામાં આવે છે. આ જીએસટી રિવર્સ ચાર્જ મિકેનિઝમથી વસૂલવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો મારબલ-આરસપહાણનો બ્લોક ખરીદનારે જ ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડતો હતો. માલ વેચનાર ખાણના માલિકે તે જીએસટી ચૂકવવો પડતો નથી.
પહેલા મારબલના બ્લોક્સ પર ૧૨ ટકા જીએસટી લાગતો હતો. પરંતુ તેની રોયલ્ટી જે લાગતી હતી તે રોયલ્ટીની રકમ પર ૧૮ ટકાના દરે જીએસટી લાગતો હતો. તેથી આરસપહાણના વેપારીઓની છ ટકા જીએસટીની રકમ કાયમને માટે સલવાયેલી રહેતી હતી. હવે આ રકમ વધી જશે.
૨૨મી સપ્ટેમ્બરથી નવી વ્યવસ્થા અમલમાં આવવાની છે. આ વ્યવસ્થા હેઠળ બ્લોક પર ચૂકવાતી રોયલ્ટીની રકમ પર ૧૮ ટકા જીએસટી લાગવાનો છે. તેની સામે ફિનિશ્ડ માર્બલ પરનો ટ્ટ જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પ ટકા કરી દેવામાં આવ્યો છે. પરિણામે માર્બલ વસૂલીને સરકારમાં જમા કરાવવાની આવશે. પરંતુ તેણે માર્બલના બ્લોક્સ પર ચૂકવેલા ૧૮ ટકામાંથી ૧૩ ટકા બ્લોક્સ પર ચૂકવેલી રોયલ્ટી પર આપેલા ૧૮ ટકા જીએસટી ચૂકવનાર વેપારી ફિનિશ્ડ પ્રોડક્ટ પર પ ટકા જીએસટી સરકારની તિજોરીમાં પડ્યા જ રહેશે. દરેક સોદામાં આ જ સ્થિતિ રહેશે. તેથી તેના ૧૩ટકા નાણાં સલવાયેલા જ રહેશે.
નોટબૂક-પાઠયપુસ્તક છ ટકા મોંઘા થશે
પેપર મિલ દ્વારા કાગળ બનાવવા માટેના લેવામાં આવતા કાચા માલ પરનો જીએસટી ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા લેવામાં આવશે. તેની સામે પાઠયપુસ્તક છાપવા માટે વેચવામાં આવતા કાગળ પર શૂન્ય ટકા જીએસટી લેવામાં આવશે. જીએસટી કાઉન્સિલની ૫૯મી બેઠકમાં કાગળ બનાવવા માટેના કાચા માલ પરનો જીએસટી ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે અને તેનું રિફંડ પણ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી પાઠયપુસ્તક છાપવાના માટેના ખર્ચમાં વધારે થશે અને પ્રિન્ટેડ પાઠયપુસ્તકો છ ટકા જેટલા મોંઘા થવાની સંભાવના છે. નોટબુક માટેના કાગળમાજ ૪ આ આ સ્થિતિ નિર્માણ થશે. તેથી નોટબુક બનાવવા માટેના લેબર ગમ, પિન સહિતની સામગ્રી પર કોઈજ જીએસટી લાગુ પડશે નહિ. તેમ છતાંય નોટબુક અને પાઠયપુસ્તક તૈયાર કરવાના ખર્ચમાં વધારો થવાને પરિણામે તેના ભાવમાં છ ટકાની આસપાસનો વધારો આવી શકે છે. કાગળ જીએસટી પેઈડ કર્યા વિના વેચી જ શકાશે નહિ. તેમ જ પાઠયપુસ્તક અને નોટબુક પ્રિન્ટિંગ માટેના કાગળ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ ન આપવાનો નિર્ણય લઈને તેમાં ગરબડ થવાની સંભાવના પર પડદો પાડી દીધો છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
