<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

વિશ્વમાં કેન્‍સર, ડાયાબિટીસ અને હૃદયરોગથી મૃત્‍યુ ઘટ્‍યા પણ ભારતમાં વધ્‍યા

યોગ્‍ય ખોરાક લેવા હાનિકારક દ્રવ્‍યોનું સેવન ટાળવા પર ભાર હૃદયરોગ, કેન્‍સર, શ્વાસોચ્‍છવાસના રોગો અને ડાયાબિટીસ માટે બેઠાડું જીવનશૈલી જવાબદાર

નવી દિલ્‍હી તા.૧૨: દુનિયાભરમાં જીવલેણ રોગોને કારણે થતાં મૃત્‍યુદરમાં ઘટાડી થયો છે પણ ભારતમાં કેન્‍સર, ડાયાબિટીસ અને હૃદયરોગને કારણે થતાં મૃત્‍યુની સંખ્‍યામાં વધારો થયો છે તેમ વિખ્‍યાત સામયિક લેન્‍સેટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે. શહેરોમાં બેઠાંડું જીવનશૈલીને કારણે આ રોગો વર્યા છે અને નિષ્‍ણાતોએ આ રોગો નિવારવા માટે બહેતર ખોરાક લેવા પર, કસરત કરવા પર અને હાનિકારક દ્રવ્‍યોનું સેવન ટાળવા પર ભાર મુક્‍યો છે.

૨૦૧૦થી ૨૦૧૯ દરમ્‍યાન દુનિયાભરમાં વિવિધ કારણોસર આ રોગોથી થતા મૃત્‍યુ ના દરમાં ઘટાડો થયો હતો જ્‍યારે ભારતમાં તેમાં વધારો થયો હોવાનું જણાયું હતું. દેશમાં હજી -આરોગ્‍યસેવાના મામલે ખાસ પ્રગતિ થઈ નથી  ૩ OR માંડયા છે. આ જીવનશ લી આપા રિત રોગો વધવા નવા પ્રવાહને કારણે જાહેર આરોગ્‍ય પર ગંભીર અસરો પડી રહી છે. લેન્‍સેટના અભ્‍યાસમાં પાંચમાંથી ચાર દેશોમાં આ રોગોને કારણે થતાં મૃત્‍યુમાં ઘટાડો થયો હોવાનું જણાયું હતું. પરંતુ આ જ સમયગાળામાં ભારતમાં હૃદયરોગો અને ડાયાબિટીસને કારણે થતાં મૃત્‍યુના જોખમમાં વધારો થયો હતો. તેમાં પણ ભારતીય મહિલાઓમાં આરોગોને કારકો મોતના જોખમમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાયું છે.

પુરૂષોમાં આ સમસ્‍યાઓની શરૂઆત ૫૫ વર્ષ પછી થાય છે પણ મહિલાઓમાં આસમસ્‍યાઓ ૪૦ વર્ષ પછી જ દેખાવાની શરૂ થઈ જાય છે. ખાસ કરીને શહેરી ત્‍યાં વિસ્‍તારોમાં ચયાપચય અને જીવનશૈલી સંબંધિત પરિબળોને કારણે યુવાન લોકો તેના વધારે ભોગ બની રહ્યા છે. હ્રદયરોગ, ડાયાબિટીસ અને કિડનીના રોગોને કારણે થતાં મૃત્‍યુની સંખ્‍યા વધી છે, પણ એક સર્વેમાં જણાયા અનુસાર લિવરના સિરોસિસ, ક્રોનિક ઓબ્‍સ્‍ટીક્‍ટિવ પલ્‍મોનરી ડિસિઝ અને પેટના કેન્‍સર જેવા રોગોને કારણે ખાસ કરીને પુરૂષોનાં મૃત્‍યુમાં ઘટાડી થયો છે.

નિષ્‍ણાતો આ પરિવર્તન માટે છેલ્‍લા બે દાયકામાં જીવનશૈલીમાં થયેલાં ફેરફારોને જવાબદાર ગણે છે. આ બાબત ચિંતાજનક એટલા માટે છે કે મોટાભાગના દેશોમાં આ રોગોને કારણે થતાં મૃત્‍યુની સંખ્‍યામાં ઘટાડો થયો છે જ્‍યારે ભારતમાં તેમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ સરકારે સમયસર હસ્‍તક્ષેપ કરી આ મૃત્‍યુદર ઘટાડવા માટે પગલાં લેવા જોઇએ.

ધ ઇન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ ટ્ટ રિસર્ચે જણાવ્‍યું હતું કે ૧૯૯૦માં આ રોગોથી થતાં મૃત્‍યુની ટકાવારી ૩૭.૯ ટકા હતી તે ૨૦૧૬માં વધીને ૬૧.૮ ટકા થઈ ગઇ હતી. આ વધતાં જતાં મૃત્‍યુદર માટે જેચાર મુખ્‍ય રોગો હ્રદયરોગ, કેન્‍સર, શ્વાસોચ્‍છવાસના રોગો અને ડાયાબિટિસને જીવનશૈલી સાથે ગાઢ સંબંધ છે. મુખ્‍ય સંશોધક મજિદ ઈઝાતીએ જણાવ્‍યું હતું કે ભારત સહિત મોટાંભાગના દેશોમાં આરોગ્‍ય વ્‍યવસ્‍થામાં જે લોકોને આ રોગ થવાની સંભાવનાઓ વધારે હોય તેમને લક્ષ્ય બનાવવામાં આવતાં નથી

(10:10 AM IST)