News of Friday, 12th September 2025
શું નેપાળમાં આજે વચગાળાની સરકાર અંગે નિર્ણય ? શું કાર્કી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે?
રાષ્ટ્રપતિ પૌડેલ કાર્કીને નેપાળના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે નિયુકત કરી શકે છે

કાઠમંડુઃ તા. ૧ર,ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને નેપાળમાં કાર્યકારી સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. તેઓ આંદોલનકારી જૂથની માંગણીઓ પૂરી કરતી વખતે નવી ચૂંટણીઓ યોજવાની જવાબદારી સંભાળશે. સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા જનરેશન-ઝેડ જૂથના પ્રતિનિધિઓ, આર્મી ચીફ અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સહિત અનેક હિતધારકો વચ્ચે ગુરુવારે મધ્યરાત્રિ સુધી ચાલી રહેલી વાટાદ્યાટો અનિર્ણિત રહી. જોકે, દ્યણા સૂત્રોએ જણાવ્યું હતું કે યુવા નેતૃત્વવાળા જનરલ-ઝેડ જૂથે નવા વડા પ્રધાન પદ માટે કાર્કીનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. રાષ્ટ્રપતિ પૌડેલ શુક્રવારે સવારે કાર્કીને નેપાળના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરી શકે છે.
અગાઉ, નેપાળમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કોણ કરશે તે અંગે આંદોલનકારી જનરલ-ઝેડમાં કોઈ સર્વસંમતિ નહોતી. ઓનલાઈન લોકમત પછી, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી (૭૩) નું નામ બુધવારે આર્મી ચીફ અશોક રાજ સિગ્ડેલને સુપરત કરવામાં આવ્યું હતું. ગુરુવારે, બીજા જૂથે નેપાળ વિદ્યુત સત્તામંડળના વડા કુલમાન દ્યિસિંગનું નામ આગળ ધરીને કહ્યું કે કાર્કી યુવાનોનું નેતૃત્વ કરવા માટે ખૂબ વૃદ્ધ છે. સાંજ સુધીમાં, દ્યિસિંગે પોતાનું નામ પાછું ખેંચી લીધું. હવે ફક્ત કાર્કીનું નામ બાકી છે. આ મુદ્દે, લશ્કરી મુખ્યાલયની બહાર આંદોલનકારીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેમાં કેટલાક યુવાનો દ્યાયલ થયા.
અત્યાર સુધી શું થયું છે?
રાષ્ટ્રપતિની નજીકના સૂત્રો અનુસાર, રાષ્ટ્રપતિ વર્તમાન રાજકીય ગતિરોધનો સામનો કરવા માટે વિવિધ રાજકીય નેતાઓ અને બંધારણીય નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે.
નવી સરકાર બનાવવા માટે બે વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો - સંસદનું વિસર્જન કરવું અથવા તેને જાળવી રાખવી. જો કે, આંદોલનકારી જૂથ બંધારણીય માળખામાં ઉકેલ શોધવા માટે સંમત થયું છે.
દરમિયાન, લોકોના રોજિંદા જીવન માટે સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધી ચાર કલાક માટે રાત્રિ કફ્ર્યુમાં છૂટ આપવામાં આવી છે. દેશભરમાં સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી પ્રતિબંધિત આદેશો લાગુ રહેશે, ત્યારબાદ બીજા દિવસે સાંજે ૭ થી ૬ વાગ્યા સુધી કફ્ર્યુ ફરી શરૂ થાય તે પહેલાં બે કલાકનો સમયગાળો રહેશે.
ઓલીનું રાજીનામું સ્વીકારાયું, અત્યાર સુધીમાં ૩૪ લોકોના મોત
આ પહેલા, સોમવારે ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે સેંકડો વિરોધીઓ રસ્તા પર ઉતર્યા બાદ કેપી શર્મા ઓલીએ મંગળવારે વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત બાદ વિરોધીઓ રાજીનામાની માંગણી સાથે તેમની ઓફિસમાં દ્યૂસી ગયા હતા. દરમિયાન, સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પૌડેલે ઓલીનું રાજીનામું સ્વીકારી લીધું છે, પરંતુ કહ્યું છે કે તેમના નેતૃત્વ હેઠળનું મંત્રીમંડળ નવી મંત્રી પરિષદની રચના ન થાય ત્યાં સુધી સરકાર ચલાવતું રહેશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવાર અને મંગળવારે થયેલા વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક ૩૪ થઈ ગયો છે.(૩પ-પ)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
