<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

દેશમાં કોરોના જેવી કોઈ ખતરનાક બીમારી આવી રહી છે? તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને સતર્ક રહેવા આરોગ્ય મંત્રાલયની તાકીદ

ફરીવખત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને એક એડવાઈઝરી જાહેર કરી અને તેમને વ્યક્તિગત સ્તરે પણ સતર્ક રહેવા કહેવાયુ

નવી દિલ્હી : દેશમાં ભારે વરસાદને કારણે ઘણા રાજ્યો પૂરગ્રસ્ત જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર ઉપરાંત, રાજ્ય સરકારો પણ આ આફતનો સામનો કરી રહી છે. જોકે, હવે ફરી એકવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને તેમને વ્યક્તિગત સ્તરે પણ સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું દેશમાં ફરીથી કોઈ મોટો ખતરો આવી રહ્યો છે કે, કોરોના જેવી મહામારી ફેલાઈ રહી છે?

     , કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને એક ગાઈડલાઈન બહાર પાડીને આગામી મહિનાઓમાં સતર્ક રહેવા કહ્યું છે. આ સમય દરમિયાન, બધા રાજ્યોને ડેન્ગ્યુ અને મેલેરિયા સામે નિવારક પગલાં અપનાવવા અને સામાજીક સ્તરે જાગૃતિ વધારવાની સલાહ આપવામાં આવી છે. 11 સપ્ટેમ્બરના રોજ આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા દેશમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસોની સમીક્ષા બેઠક બાદ આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે 

    તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને વ્યક્તિગત રીતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કહેવામાં આવ્યું છે અને 20 દિવસમાં એક એક્શન પ્લાન પણ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. સ્થાનિક સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગર પંચાયતોને સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર હેઠળની તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓ, પરીક્ષણ સુવિધાઓ, બેડ અને મચ્છરમુક્ત વાતાવરણ તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

 

તાજેતરમાં વરસાદની ઋતુમાં પાણી ભરાઈ જવાને કારણે મોટી સંખ્યામાં મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે. આ મચ્છરો દર વર્ષે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા વેક્ટરજન્ય રોગો ફેલાવે છે. જોકે, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતે મેલેરિયાને નિયંત્રિત કરવામાં ઘણી પ્રગતિ કરી છે.

 

2015 થી 2024 દરમિયાન, દેશમાં મેલેરિયાના કેસોમાં 78 ટકાનો ઘટાડો થયો છે, એટલું જ નહીં, મેલેરિયાથી થતા મૃત્યુમાં પણ સમાન તફાવત જોવા મળ્યો છે. આ ઉપરાંત, 2022 થી 2024 દરમિયાન, દેશના 160 જિલ્લાઓમાં એક પણ મેલેરિયાનો દર્દી જોવા મળ્યો ન હતો. જ્યારે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક કરતા ઓછા કેસ જોવા મળ્યા હતા. ભારતે 2030 સુધીમાં દેશને મેલેરિયા મુક્ત બનાવવાનું મિશન નક્કી કર્યું છે.

(6:15 PM IST)