<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

૧૫ સપ્‍ટેમ્‍બરથી ચોમાસુ વિદાય લઈ શકે છે

હવામાન વિભાગે કરી આગાહી : અત્‍યાર સુધીમાં ૮૩૬.૨ મીમી વરસાદ પડ્‍યો છે, જે ૭૭૮.૬ મીમીના સામાન્‍ય વરસાદ કરતાં ૭ ટકા વધુ છે

 

નવી દિલ્‍હી તા.૧૩: ભારતના અનેક રાજ્‍યોમાં જળબંબાકાર બાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૫ સપ્‍ટેમ્‍બરથી ચોમાસુ વિદાય લઈ શકે છે. આ દરમિયાન ખાસ કરીને ઉત્તર અને પヘમિ ભારતમાં હળવો વરસાદ થવાની શક્‍યતાઓ છે. આ પહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું. હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોમાસાની વાત કરવામાં આવે તો, સામાન્‍ય રીતે ૧લી જૂન સુધીમાં કેરળમાં ચોમાસું શરૂ થાય છે અને ૮મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાય છે. વર્તમાનમાં વરસાદની વાત કરવામાં આવે તો, ૧૫મી સપ્‍ટેમ્‍બરની આસપાસ પヘમિ રાજસ્‍થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણપヘમિ ચોમાસાની વિદાય થશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે દેશમાં ચોમાસું સમય પહેલા જ શરૂ થઈ ગયું છે. ૨૦૨૦ પછી આવું પહેલી વખત બન્‍યું છે, કે આઠ જુલાઈના ૯ દિવસ પહેલા દેશમાં ચોમાસાની શરૂઆત થઈ હોય!

દેશમાં ચોમાસાની ઋતુ દરમિયાન પડેલાના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, અત્‍યાર સુધીમાં ૮૩૬.૨ મીમી વરસાદ પડ્‍યો છે, જે ૭૭૮.૬ મીમીના સામાન્‍ય વરસાદ કરતાં ૭ ટકા વધુ છે. IMD એ આગાહી કરી હતી કે, ભારતમાં જૂન-સપ્‍ટેમ્‍બર ચોમાસાની ઋતુ દરમિયાન ૮૭ સેમીના લાંબા ગાળાના સરેરાશ વરસાદના ૧૦૬ ટકા વરસાદ થવાની સંભાવના છે. જેના પ્રમાણમાં વરસાદ આવ્‍યો પણ છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં અતિભારે વરસાદ થયો હતો.(૩૮.૭)

(10:02 AM IST)