News of Saturday, 13th September 2025
લંડનની શેરીમાં નીકળી દેશી બારાત: કારના કાફલા સાથે ઘોડી પર નીકળ્યો વરરાજા: લોકો રહી ગયા દંગ
લંડનની શેરીમાં નીકળતી એક જાને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું :વરરાજાની ઘોડી પાછળ લક્ઝરી કારનો કાફલો: મહેમાનો ઢોલ-નગાડાની તાલે રંગબેરંગી સ્મોક બોમ્બ લહેરાતા જોવા મળ્યા

ભારતમાં લગ્નની જાનમાં સરઘસ એટલે ઢોલના તાલ, ઘોડા પર બેઠેલો વરરાજા અને સગાસંબંધીઓ નાચતા અને ગાતા હોય છે. પરંતુ જો આવું દૃશ્ય ભારતમાં નહીં પણ લંડનના રસ્તાઓ પર જોવા મળે, તો લોકોની નજર અટકી પડે તે સ્વાભાવિક વાત છે. હાલમાં લંડનમાં એક જાને આવી જ એક સરઘસએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા શેરવાનીમાં સજીધજીને સફેદ ઘોડા પર બેઠો છે. ઘોડાને ખાસ શણગારવામાં આવ્યો હતો, જેના કારણે જાન એકદમ ભવ્ય દેખાઈ રહી હતી. વરરાજાની પાછળ ઘણી લક્ઝરી કારનો કાફલો ચાલી રહ્યો હતો, જેમાં ફેરારી અને મર્સિડીઝ જેવી મોંઘી કારો પણ સામેલ હતી. કારમાં બેઠેલા મહેમાનો બારીઓ અને સનરૂફમાંથી બહાર આવતા, હાથ હલાવતા અને રંગબેરંગી સ્મોક બોમ્બ લહેરાતા જોવા મળ્યા.
લંડનના મેનોર પાર્કની ગલીઓમાં આ ભવ્ય જાન નીકળી રહી હતી. ત્યાં હાજર લોકો આ દ્રશ્ય જોઈને હેરાન થઈ ગયા. ઘણા લોકો તેમના સ્થાને રોકાઈ ગયા અને તેમના મોબાઈલથી વીડિયો બનાવવા લાગ્યા. ઢોલના અવાજ અને લગ્નના ઉત્સાહથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. તે પળે રસ્તા પર અલગ જ રોનક જોવા મળી રહી હતી, જે જોનારાઓ માટે કોઈ ફિલ્મી સીનથી ઓછો ન લાગ્યો. આ વીડિયોને @UB1UB2 નામના યુઝરે પોતાના X પર શેર કરતા લખ્યું - "An Asian wedding baraat convoys through the streets of London!" આ વીડિયો વાયરલ થતા જ લોકોની વિવિધ રિએક્શન આપ્યા છે. કેટલાકને આ દ્રશ્ય ખૂબ જ ગમ્યું, તો કેટલાકે રસ્તા પર જાન નીકળતા અનેક સવાલો ઊભા કર્યા છે. એક યુઝરે લખ્યું - "આ આપણા દેશમાં વધુ સારું લાગે છે." જ્યારે બીજી એક વ્યક્તિએ કહ્યું - "જો હું આ ટ્રાફિકમાં ફસાઈ જાઉં તો ખૂબ ગુસ્સો આવે." આ ઉપરાંત કેટલાક લોકો આ પર મજાક પણ કરતા જોવા મળ્યા. એકે પૂછ્યું - "શું ઇંગ્લેન્ડની બાકી કોમ્યુનિટીઝ પણ લગ્ન માટે એટલી કારો ભાડે લે છે?" બીજા એકે મજાકમાં લખ્યું - "ઊંટ કેમ નથી લાવ્યા?"
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
