<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ન્યૂડ પાર્ટી માટે સોશિયલ મીડિયાથી મોકલવામાં આવી રહ્યા છે આમંત્રણ, મચ્યો ખળભળાટ

છતીસગઢની રાજધાની રાયપુરમાં ડ્રગ્‍સ પાર્ટી બાદ હવે નગ્‍ન પાર્ટીના આમંત્રણને લઇને ભારે વિવાદઃ આ પાર્ટીનો પ્રચાર ન્‍યુડ પાર્ટી અને સ્‍ટ્રેજર હાઉસ-પુલ પાર્ટીના નામે કરવામાં આવી રહ્યો છે

રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ડ્રગ્સ પાર્ટી બાદ હવે નગ્ન પાર્ટીના આમંત્રણને લઈને ભારે વિવાદ થયો છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની અશ્લીલ પાર્ટીમાં ભાગ લેવા માટે યુવક-યુવતીઓને ખુલ્લેઆમ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આને કાયદો અને વ્યવસ્થા માટે એક મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી મળતા જ અનેક સામાજિક સંગઠનોએ તેની સખત નિંદા કરી છે. પોલીસે બે યુવકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.

જાણકારી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ઈન્સ્ટાગ્રામ પર @sinful_writer1 નામના એકાઉન્ટ પરથી ન્યૂડ પાર્ટીની વાંધાજનક જાહેરાત પોસ્ટ કરવામાં આવી હતી. આ પાર્ટીનો પ્રચાર ‘ન્યૂડ પાર્ટી’ અને ‘સ્ટ્રેન્જર હાઉસ-પૂલ પાર્ટી’ના નામે કરવામાં આવી રહ્યો હતો. સ્ટ્રેન્જર હાઉસ પાર્ટીની તારીખ 21 સપ્ટેમ્બર જણાવવામાં આવી હતી અને તેમાં ભાગ લેનારાઓને પોતાનો દારૂ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. ન્યૂડ પાર્ટીમાં ફક્ત રાયપુર લખેલું હતું, જ્યારે સ્થળ અને આયોજકોના નામ આપવામાં આવ્યા ન હતા.

રાયપુર શહેરમાં ડ્રગ્સ અને અન્ય નશાની પાર્ટીઓ સામાન્ય બની ગઈ છે. રેસ્ટોરન્ટ, કેફે, પબ અને ક્લબમાં આવી પાર્ટીઓ મોડી રાત સુધી ચાલે છે. ડ્રગ્સ પાર્ટીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં ઘણા પ્રભાવશાળી લોકો, VIP અને ઉદ્યોગપતિઓના પુત્ર-પુત્રીઓ અને સંબંધીઓ સામેલ હોય છે. હવે આ ન્યૂડ પાર્ટીની તૈયારીઓએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે,

ન્યૂડ પાર્ટીને લઈને વિવાદ વધ્યા બાદ હાઉસ-પૂલ પાર્ટીના આયોજકોમાંથી બે યુવકો પાર્ટી રદ કરવા માટે પોલીસ અધિક્ષકની ઓફિસે પહોંચ્યા હતા. પોલીસે આ બંને યુવકોને અટકાયતમાં લીધા હતા, જેમની ઓળખ અજય અને સંતોષ તરીકે થઈ હતી. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

21 સપ્ટેમ્બરે પ્રસ્તાવિત ન્યૂડ પાર્ટીને લઈને ચારે બાજુથી વિરોધ શરૂ થયો છે. છત્તીસગઢ રાજ્ય ઉર્દૂ એકેડમીના અધ્યક્ષ ઈદ્રીસ ગાંધીએ જણાવ્યું કે રાજધાનીમાં કોઈ પણ સંજોગોમાં આવી અશ્લીલતા ફેલાવતો કાર્યક્રમ થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ ખૂબ જ આશ્ચર્યજનક છે. શિવસેનાના પદાધિકારીઓએ પણ પોલીસને આ મુદ્દે આવેદન આપ્યું હતું.

(12:58 PM IST)