<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

મહિલા સુરક્ષા માટેમોટું પગલું: તમામ ૧૫ જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન ખૂલશે

આ પોલીસ સ્ટેશનોનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે, જેથી તેઓ કોઈપણ સંકોચ વિના પોતાની ફરિયાદો નોંધાવી શકે

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે દિલ્હી પોલીસે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હી પોલીસ દ્વારા શહેરના તમામ ૧૫ પોલીસ જિલ્લાઓમાં સમર્પિત મહિલા પોલીસ સ્ટેશન (મહિલા થાના) શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

 

આ પોલીસ સ્ટેશનોનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે, જેથી તેઓ કોઈપણ સંકોચ વિના પોતાની ફરિયાદો નોંધાવી શકે. આ સ્ટેશનોનું સંચાલન મુખ્યત્વે મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. 

 

અહીં ઘરેલુ હિંસા, જાતીય સતામણી અને મહિલાઓ સંબંધિત અન્ય ગુનાઓની સુનાવણી અને તપાસને પ્રાથમિકતા આપવામાં આવશે. આ પગલાથી મહિલાઓનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે અને તેમને ન્યાય મેળવવામાં સરળતા રહેશે.

(5:04 PM IST)