News of Sunday, 14th September 2025
આસામમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ : ઉત્તરપૂર્વ ભારતમાં આંચકાથી ફફડાટ
સાંજે ૪:૪૧ વાગ્યે ભૂકંપનો આંચકો : નું કેન્દ્ર ઉદલગુરી જિલ્લામાં હતું: જમીનથી ૫ કિમી નીચે

નવી દિલ્હી : રવિવારે સાંજે આસામમાં ૫.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ સાંજે ૪:૪૧ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ઉદલગુરી જિલ્લામાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૫ કિમી નીચે હતું.
અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.
ગુવાહાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે ઘણા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ટ્વિટર પર લખ્યું હતું કે, “આસામમાં મોટો ભૂકંપ આવ્યો છે. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
