હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સટ્ટાબાજી એપ કેસમાં ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને EDનું સમન્સ
ગેરકાયદે સટ્ટાબાજી એપ્લિકેશન 1xBet સાથે સંબંધિત કેસમાં થશે પૂછપરછ

મુંબઈ : સટ્ટાબાજી એપ કેસમાં ઇડી દ્વારા અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને સમન્સ આપવામાં આવ્યુ છે. બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ભૂતપૂર્વ ટીએમસી સાંસદ મીમી ચક્રવર્તી બંને લોકપ્રિય સેલિબ્રિટી છે. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના તપાસ કેસમાં બંનેના નામ સામે આવ્યા છે.
આ મામલો ગેરકાયદે સટ્ટાબાજી એપ્લિકેશન 1xBet સાથે સંબંધિત છે. ઇડી આ કેસમાં સતત ઘણી હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીઓની પૂછપરછ કરી રહી છે. હવે એજન્સીએ ઉર્વશી રૌતેલા અને ભૂતપૂર્વ ટીએમસી સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલીને દિલ્હી ઓફિસમાં હાજર થવા કહ્યું છે.
ઉર્વશીની આ સટ્ટાબાજી એપને પ્રમોટ કરવાના આરોપસર પહેલાથી જ પૂછપરછ કરવામાં આવી છે. હવે ફરી એકવાર તેને સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ સાથે મીમી ચક્રવર્તીને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે.
ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે ઇડીના દિલ્હી મુખ્યાલયમાં પૂછપરછ માટે હાજર થવું પડશે. જ્યારે મીમીને 15 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી છે. આ કેસ ગયા વર્ષથી ચાલી રહ્યો છે અને આ બંનેની સાથે, ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનને પ્રોત્સાહન આપવા બદલ ઘણા અન્ય ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોની પણ તપાસ ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
