<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

પતિએ પત્‍નીને જાહેરમાં ગોળી ધરબી દીધી

મધ્‍ય પ્રદેશમાં હત્‍યાના લાઈવ દ્રશ્‍યો

 

ગ્‍વાલિયર,તા.૧૧: મધ્‍યપ્રદેશમાં એક પતિએ પોતાની પત્‍નીની જાહેર રોડ પર ગોળી ધરબીને હત્‍યા કરી નાખી. ગ્‍વાલિયરમાં જાહેરમાં રોડ પર ફાયરિંગ કરી હત્‍યા કર્યાની ઘટના સામે આવી છે. અરવિંદ નામના શખ્‍સે નંદિની નામની મહિલા પર બંદૂક તાકી ફાયરિંગ કર્યુ અને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ હત્‍યા પાછળ પ્રેમ અને વિશ્વાસઘાતની વાત સામે આવી છે. મૃતકને અન્‍ય ૨ પુરુષો સાથે સંબંઘ હોવાનું સામે આવતા બંને વચ્‍ચે અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક નંદિની આરોપી અરવિંદની ત્રીજી પત્‍ની હતી. અરવિંદ અને નંદિની વચ્‍ચે છેલ્‍લા ઘણા મહિનાઓથી ઝઘડો ચાલી રહ્યો હતો. અંતે નારાજ અરવિંદે રસ્‍તાની વચ્‍ચે નંદિનીને ગોળી મારી દીધી હતી.(૪૦.૧૧)

(10:34 AM IST)