<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

દાદા ૯ ઇંચનું દાતણ ગળી ગયા, ડોક્‍ટરે ઓપરેશન કરીને કાઢ્‍યું

 

બહેરામપુર,તા.૧૫: ઓડિશાના બહેરામપુરમાં ૮૦ વર્ષના દાદાને બેભાન અવસ્‍થામાં હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતા. તેમનાથી શ્વાસ નહોતો લઈ શકાતો, કેમ કે તેઓ દાતણ ગળી ગયા હતા. આ દાતણ પણ નાનું નહીં, ૯ ઇંચ લાંબું હતું. અન્નનળીમાં ફસાઈ ગયેલા દાતણને કાઢવા માટે મોંમાં હાથ નાખવા જતાં એ વધુ ને વધુ ફસાઈને ઊંડું ઊતરી ગયું હતું. ડોક્‍ટરોએ તાત્‍કાલિક એન્‍ડોસ્‍કોપિક સર્જરી કરીને લાંબા સાધનથી ગળામાં ઊતરી ગયેલા દાતણને બહાર કાઢ્‍યું હતું.(૪૦.૪)

(10:40 AM IST)