News of Monday, 15th September 2025
પ્રશ્ન હંમેશા બૌધ્ધિક હોય, જીજ્ઞાશામાં જીવ હોય છેઃ પૂ. મોરારીબાપુ
મહારાષ્ટ્રમાં ‘માનસ માતૃ-પિતૃ' પક્ષ શ્રી રામકથાનો વિરામ

રાજકોટ, તા. ૧પઃ પૂ. મોરારીબાપુના વ્યાસાસને મહારાષ્ટ્રના યવતમાલ ખાતે આયોજીત ‘માનસ માતૃ-પિતૃ' પક્ષ શ્રી રામકથાનો ગઇકાલે રવિવારે વિરામ થયો છે હવે તા. ર૦ મીથી બરસાનામાં પૂ. મોરાબીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થશે.
ગઇકાલે શ્રી રામકથાના વિરામના દિવસે પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, નાનપણમાં, મારી મા ખોળામાં બેસાડી અને મારા માથા પર આંગળીઓ ફેરવતી. માથામાં નાખવા માટે તેલ પણ ન હતું. ત્યારે એક વખત મેં પૂછયું કે તેલ નથી તો માથામાં શું કરે છે !! ત્યારે એણે કહ્યું કે મસ્તકમાં રામનામ લખી રહી છું. આ માતાની ‘હેડ' દીક્ષા હતી.
એક વખત હું રમતો હતો અને પિતાજીએ બોલાવ્યો અને કહ્યું કે તારા ડાબા હાથમાં રામનામ લખી દઉં ! અને પછી એ વ્યવસ્થિત રીતે તું લખાવી લેજે. એ પિતાજીએ રામનામ આપ્યું પિતાએ ‘હેન્ડ' દીક્ષા હતી. રામ જેના હાથમાં હોય એ કયારેય હરામનો સ્પર્શ ન કરે. દાદાજીની આખરી પળો હતી. દાદાએ મને શોધીને બોલાવ્યો અને પોતાનો હાથ મારી છાતી ઉપર ઘુમાવીને કહ્યું કે હૃદયમાં રામ લખી રહ્યો છું. આ દાદાની ‘હાર્ટ' દીક્ષા હતી.
માતળદેવથી હેડ દીક્ષિત થઈ જાય, પિતળદેવથી હેન્ડ દીક્ષિત થઈ જાય અને આચાર્ય દેવથી આપણું હાર્ટ દીક્ષિત થઈ જાય એ મહત્વનું છે. તેમ પૂ. મોરારીબાપુએ કહયુ હતું. પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે પ્રશ્ન હંમેશા બૌધિક હોય છે જિજ્ઞાસામાં જીવ હોય છે. ભાગવતના અંબરીષ કે જે ખૂબ સમળદ્ધ હોવા છતાં ભક્ત છે એની કથા સંભળાવી હતી એ બતાવે છે કે જે માતા-પિતાનું અતિક્રમણ કરે છે, એના વચનોને અનુરાગપૂર્વક નિભાવતો નથી, અપમાન કરે છે. એનું આયુષ્ય, કલ્યાણ, યશ, કીર્તિ, ધર્મ અને લોકોનાં આશીર્વાદ ખતમ થઇ જાય છે.પરમાત્મા કયાં કયાં નિવાસ કરે છે ? યજ્ઞ આપણા પિતા છે, આહૂતિ આપણી મા છે. ઈશ્વર યજ્ઞમાં, આહૂતિમાં, બ્રાહ્મણમાં તેમજ તપમાં, ગાયમાં, શ્રદ્ધામાં અને દયામાં નિવાસ કરે છે. તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.
નવરાત્રીમાં બરસાના ધામમાં પૂ. મોરારીબાપુની રામકથા
રાજકોટ, તા. ૧પઃ પૂ. મોરારીબાપુના વ્યાસાસને નવરાત્રીમાં બરસાના ધામમાં શ્રી રામકથાનું આયોજન કરાયુ છે.
આગામી-૯૬૪મી રામકથા મુંબઇનાં વીણા ડેવલપર્સનાં માલિક હરેશ નટવરલાલ સંઘવી પરિવારનાં મનોરથથી શારદીય નવરાત્રિ ૫૨ વળષભાનુનંદિની શ્રી રાધારાણીજીની જન્મભૂમિ શ્રી બરસાના ધામમાં, પદ્મશ્રીથી અલંકળત પરમ વિરક્ત સંત રમેશ બાબાજીની દિવ્ય ઉપસ્થિતિમાં ૨૦ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન ગૂંજશે.આ કથાનું જીવંત પ્રસારણ આસ્થા ટી.વી. ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટયુબ ચેનલનાં માધ્યમથી પહેલા દિવસે સાંજે ૪થી૭અને બાકીનાં દિવસોમાં સવારે ૧૦ થી બપોરના ૧:૩૦ સુધી નિહાળી શકાશે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
