News of Monday, 15th September 2025
બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો : મેજર સહિત 5 જવાનો માર્યા ગયા
આ હુમલો મંડલો જિલ્લાના શાંદ વિસ્તારમાં લશ્કરી કાફલાના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો

બલુચિસ્તાન : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલુચ લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવેલા ઘાતક IED હુમલામાં પાકિસ્તાની સેનાના મેજર વકાર કાકર સહિત 5 સૈનિકો માર્યા ગયા. આ હુમલો મંડલો જિલ્લાના શાંદ વિસ્તારમાં લશ્કરી કાફલાના વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. મૃતકોમાં નાઈક જુનૈદ, નાઈક ઈસ્મત, લાન્સ નાઈક ખાન મુહમ્મદ અને સિપાહી ઝહૂરનો પણ સમાવેશ થાય છે. BLA એ આ હુમલાની જવાબદારી લીધી છે.
પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં બલુચ લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મેજર સહિત પાકિસ્તાની સેનાના 4 સૈનિકો માર્યા ગયા છે. BLA એ પોતાના ઓપરેશનમાં મેજર કાકરને નિશાન બનાવીને IED વિસ્ફોટ કરીને તેમની હત્યા કરી દીધી. BLA એ આ હુમલાની જવાબદારી લીધી છે.
અહેવાલો અનુસાર, બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને એક શક્તિશાળી IED બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, આ હુમલામાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલામાં બલુચિસ્તાનના મંડલો જિલ્લાના શાંદ વિસ્તારમાં લશ્કરી કાફલાના વાહનને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ IED સૈનિકો જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેની નજીક વિસ્ફોટ થતાં પાંચ સૈનિકો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા. મૃતકોની ઓળખ કેપ્ટન વકાર કાકર, નાઈક જુનૈદ, નાઈક ઈસ્મત, લાન્સ નાઈક ખાન મુહમ્મદ અને સિપાહી ઝહૂર તરીકે થઈ છે. વિસ્ફોટ પછી, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને શોધખોળ શરૂ કરી.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
