<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

‘આધાર' વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન

આવતા મહિનાથી ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્‍ટમમાં મોટાપાયે ફેરફાર

નવી દિલ્‍હીઃ રેલવે ટિકિટનાં બુકિંગમાં થતા દુરુપયોગને રોકવા રેલવેએ મોટું પગલું લીધું છે. આવતા મહિનાથી ઑનલાઈન ટિકિટ બુકિંગ સિસ્‍ટમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે.

પહેલી ઓક્‍ટોબરથી રિઝર્વેશન ખૂલ્‍યા બાદ પહેલી ૧૫ મિનિટ માત્ર એ લોકો જ ટિકિટ બુક કરી શકશે જેમનાં આધાર કાર્ડનું વેરિફિકેશન થઈ ગયેલું છે. આ નવો નિયમ આઈઆરસીટીસીની વેબસાઈટ અને મોબાઈલ એપ એમ બંને પર લાગુ પડશે.

ભારતીય રેલવેનો ઈરાદો ટિકિટ રિઝર્વેશન સિસ્‍ટમના દુરુપયોગને રોકવાનો અને અસલી યાત્રીઓને પ્રાથમિકતા આપવાનો છે. વર્તમાનમાં આ પ્રતિબંધ માત્ર તત્‍કાલ બુકિંગ માટે જ છે.

જોકે બુકિંગ કાઉન્‍ટર પરથી મળતી ટિકિટના નિયમમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્‍યો. નવો નિયમ માત્ર ઑનલાઈન ટિકિટિ બુકિંગને જ લાગુ પડશે એવી સ્‍પષ્ટતા રેલવે અધિકારીઓએ કરી હતી. સત્તાવાર ટિકિટ એજન્‍ટો માટે અગાઉથી અમલી ૧૦ મિનિટની પાબંદી ચાલુ રહેશે.

રેલવે તંત્રનું માનવું છે કે આ નિર્ણયને કારણે ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને દલાલો તેમ જ એજન્‍ટો દ્વારા ટિકિટ બ્‍લોક કરવામાં આવતી હોવા પર અંકુશ આવશે અને પ્રવાસીઓને પ્રારંભિક સમયમાં ટિકિટ બુક કરવાની વધુ સારી તક મળશે.

(9:29 AM IST)