News of Tuesday, 16th September 2025
આવતી કાલે લોકનાયક નરેન્દ્રભાઇનો જન્મ દિવસ
અદના આદમીથી માંડી સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ રાજપુરૂષના પ્રશંસક છેઃ ગુજરાતના ગૌરવથી શરૂ થયેલ યાત્રા વિશ્વ ગૌરવ સુધી પહોંચી તેવા મૂઠ્ઠી ઉચેરા નેતાનું જીવન પ્રેરણાસ્ત્રોત છે

રાજકોટ, તા.૧૬: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આવતી કાલે ૭૬મો જન્મદિવસ છે. જીવનના ૭૫ વર્ષ પૂરા કરી ૭૬માં પ્રવેશ કરતા સમગ્ર દેશમાં જન્મદિવસ ઉજવવાનો ભારે ઉત્સાહ પ્રવર્તે છે. અતિ વ્યસ્તતા વચ્ચે જેમનો એક નાની જાહેરાતનો ચાર્જ લાખો રૂપિયામાં વસૂલાય છે તેવા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બની કરછ, દ્વારકાની મહત્તા વિશ્વભરના ગુજરાતી સુધી પહોંચાડી છતાં વિનામુલ્યે સેવા આપી, આવો ?ભાવ તેમને અન્ય નેતાઓથી અલગ શ્રેણીમાં મૂકે છે. મોદીજીના વિઝન અને રાજ્યને વિશ્વસ્તરે પહોંચાડવાની ઈચ્છા કારણે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શૂન્ય રૂપિયામાં ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. આવતી કાલે દેશના ગૌરવશાળી અને વિશ્વવિખ્યાત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યમાં દુરંદેશી દ્રષ્ટિ, આગાહીપૂર્વક વિચારશક્તિ અને કાર્ય કરાવવાની અનોખી શૈલી જોવા મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયથી જ તેમની વિચારસરણી નવી દિશા આપતી રહી છે.
યાદગાર ઘટના એ છે કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાત ટૂરિઝમને વૈશ્વિક મંચ પર પહોંચાડવા માટે તેમણે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા હતા. ગુજરાતના પવિત્ર યાત્રાધામો, કચ્છનું રણ, દ્વારકા, પાવાગઢ, સોમનાથ, અંબાજી, પોરબંદરનું ગાંધી મ્યુઝિયમ અને અન્ય ઐતિહાસિક સ્થળોને લઈને શરૂ કરાયેલું ‘ખુશ્બુ ગુજરાત કી' અભિયાન સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું.
આ અભિયાન સાથે અમિતાભ બચ્ચનની અવાજે ગુંજેલી પ્રખ્યાત ટેગલાઇનોએ ગુજરાતને વિશ્વના નકશા પર અલગ ઓળખ આપીઃ
·é¤ÀU çÎÙ Ìô »éÁæÚUô »éÁÚUæÌ ×ð´
·¤‘ÀU ÙãUè´ Îð¹æ Ìô ·é¤ÀU ÙãUè´ Îð¹æ
અને દ્વારકા વિષે અમિતાભ બચ્ચને કહ્યું હતું:
×ôÿæ ·¤æ mæÚU ãñU mæÚU·¤æ
àØæ× ØãUæ¢ ·¤è ãUßæ ×ð´ ×éÚUÜè ·¤è çׯæâ ãñU ¥æñÚU âêØæüSÌ ×ð´ ×ôÚU ¢¹ ·¤·¤ Ú¢U»
પરિણામે ગુજરાતમાં પર્યટનનો પ્રવાહ ઝડપથી વધ્યો અને ચારેતરફ ગુજરાતની વાહવાહી થઈ.
શ્રી નરેન્દ્રભાઈ માત્ર દ્રષ્ટાવાન નેતા જ નથી, પરંતુ તેઓ યોગ્ય કામ યોગ્ય વ્યક્તિ પાસેથી કરાવવાની કળામાં પણ પારંગત છે. એનું સાક્ષાત ઉદાહરણ છે કે કેવી રીતે તેમણે અમિતાભ બચ્ચન જેવા મહાનાયકને ગુજરાત સાથે જોડીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું.
આજે વિશ્વભરમાં નરેન્દ્રભાઈ મોદી એવા નેતા તરીકે ઓળખાય છે, જેમની વિચારશક્તિ કોઈપણ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કે હાર્વર્ડના વિદ્વાનથી ઓછી નથી. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ અને જનસંઘના પ્રારંભિક અનુભવોથી લઈને વિશ્વ હિંદુ પરિષદમાં કાર્ય, બાદમાં ભાજપના સંગઠનમાં એક કાર્યકર્તા તરીકેની સેવા, ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી, અને આજે ભારતના વડાપ્રધાન તથા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા સુધીની તેમની યાત્રા યુગો સુધી પ્રસરતી રહશે. તેમના નેતળત્વ હેઠળ ભારત આજે વિશ્વના મંચ પર ગર્વભેર ઉભું છે. તેમના જન્મદિવસે ગુજરાતનો પ્રત્યેક નાગરિક અને સમગ્ર ભારત તેમના પ્રત્યે કળતજ્ઞતા તથા ગૌરવની લાગણી અનુભવે છે.
ભારતના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની અકિલા પરિવારની અનેકાનેક હાર્દિક શુભેચ્છાઓ. (આલાપ ભરતભાઈ બારાઈ- ઓખા) (રર.૬)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
