<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી કેવી રીતે ઉજવે છે જન્‍મદિવસ

છેલ્‍લા ૧૦ વર્ષમાં ક્‍યાં અને કેવી રીતે કરી ઉજવણી ઞ્જ વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ માં જન્‍મદિને માતા હીરાબાના લીધા હતા આશીર્વાદ ઞ્જ સેવા તથા સામાજિક કાર્યો કરી ઉજવે છે જન્‍મદિવસ

(જીતેન્‍દ્ર રૂપારેલીયા) વાપી : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પોતાના જન્‍મદિને સેવા તથા સામાજિક કાર્યો કરી ઉજવણી કરે છે.  વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્‍યા ત્‍યારથી લઇ વર્ષ ૨૦૨૪ સુધી એટલે કે છેલ્‍લા ૧૦ વર્ષમાં જન્‍મદિને ક્‍યાં અને કેવી રીતે કરી ઉજવણી  જોઈએ તો

વર્ષ ૨૦૧૪ (૬૪ મો જન્‍મદિવસ)-માતાજી હીરાબેનના આશીર્વાદ લેવા ગાંધીનગર ગયા. તેમની માતાએ જમ્‍મુ-કાશ્‍મીર પૂર પીડિતો માટે વડાપ્રધાન રાહત ફંડમાં રૂ.૫,૦૦૦નું દાન આપ્‍યું આ ઉપરાંત  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અમદાવાદમાં ખાસ રાત્રિભોજન કર્યું.

વર્ષ ૨૦૧૫ (૬૫ મો જન્‍મદિવસ)

આ દિવસે પણ ‘નરેન્‍દ્રભાઈ એ શૌર્યાંજલિ' સૈનિક પ્રદર્શનની મુલાકાત લીધી જે ૧૯૬૫ના ઈન્‍ડો-પાક યુદ્ધની યાદમાં બનાવામાં આવ્‍યો હતો

વર્ષ ૨૦૧૬ (૬૬ મો જન્‍મદિવસ)

આજનો આખો દિવસ ભરચક રહ્યો હતો, નરેન્‍દ્રભાઈએ પેહલા માતા હીરાબાના આશીર્વાદ લીધા અને ત્‍યાર બાદ  નવસારી ખાતે ‘સેવા દિવસ'માં ભાગ લીધો તેમજ નિશક્‍તજનને સહાય વિતરણ કર્યું અને ત્‍યાર બાદ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પ્રોજેક્‍ટની પ્રગતિનું મૂલ્‍યાંકન પણ  કર્યું.

 વર્ષ ૨૦૧૭ (૬૬ મો જન્‍મદિવસ)

ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર  સરોવર ડેમ પ્રોજેક્‍ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો અને ત્‍યાર બાદ ડભોઇ ખાતે ‘રાષ્ટ્રીય આદિવાસી સ્‍વાતંત્ર્ય સેનાની મ્‍યુઝિયમ'નું શિલાન્‍યાસ કર્યું.

વર્ષ ૨૦૧૮ (૬૮ મો જન્‍મદિવસ)

નરેન્‍દ્રભાઈએ પોતાના મતક્ષેત્ર વારાણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરીઆશીર્વાદ મેળવ્‍યા અને  પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત પણ  કરી.

વર્ષ ૨૦૧૯ (૬૯ મો જન્‍મદિવસ)

સરદાર સરોવર ડેમનું પાણી સર્વોચ્‍ચ સપાટીએ પહોંચ્‍યું, તે પ્રસંગે તેના વધામણાં કરવા ખાસ ઉપસ્‍થિત રહ્યા અને ત્‍યાર બાદ વારાણસીમાં ખાસ કરીને નિશક્‍ત બાળકો સાથે સમય વિતાવ્‍યો. નરેન્‍દ્રભાઈના જન્‍મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ ‘સેવા સપ્તાહ'નું પણ  આયોજન કરવામાં આવ્‍યું.

વર્ષ ૨૦૨૦ (૭૦મો જન્‍મદિવસ)

કોવિડ-૧૯ને કારણે ખાસ કોઈ ઉજવણી રાખેલ નહોતી માત્ર  ‘સેવા સપ્તાહ' અંતર્ગત રક્‍તદાન, અન્ન વિતરણ જેવી પ્રવૃત્તિઓ થઈ હતી.

વર્ષ ૨૦૨૧ (૭૧ મોં જન્‍મદિવસ)

કોરોનાના પગલે સામાજિક કાર્યો મુલતવી રાખ્‍યા

વર્ષ ૨૦૨૨ (૭૨ મોં જન્‍મદિવસ)

વન્‍ય પ્રાણીઓ સાથે આ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ  નામિબિયાથી લાવામાં આવેલ ૮ ચિતાને ચિતા રિઇન્‍ટ્રોડક્‍શન પ્રોજેક્‍ટ હેઠળ મધ્‍યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ખુલ્‍લા મુક્‍યા   

વર્ષ ૨૦૨૩ (૭૩ મોં જન્‍મદિવસ )

આ દિવસે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દિલ્‍હીના દ્વારકામાં યશો ભૂમિ કન્‍વેન્‍શન સેન્‍ટર દેશને સમર્પિત કર્યું અને આ સાથે પીએમ વિશ્વકર્મા યોજનાનો આરંભ કર્યો .

વર્ષ ૨૦૨૪ (૭૪ મોં જન્‍મદિવસ )

એમના ૭૪માં જન્‍મદિવસે નરેન્‍દ્રભાઈ મોદીએ ઓડિશામાં ‘સુભદ્રા યોજના'નો પ્રારંભ કર્યો, જેમાં ૧ કરોડથી વધુ ગરીબ મહિલાઓને રૂ.૧૦,૦૦૦ની સહાય મળે છે. ભુવનેશ્વરમાં ૨૬ લાખ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના'ના મકાનોનું લોકાર્પણ કર્યું. ‘સેવા પર્વ' તરીકે ઉજવણી કરવામાં આવી.

વર્ષ ૨૦૨૫ (૭૫ મોં જન્‍મદિવસ )

હાલમાં મળતી માહિતી અનુસાર નરેન્‍દ્રભાઈ મોદી આવતી કાલે મધ્‍યપ્રદેશના ધારમાં એક મેગા ટેક્‍સ્‍ટાઇલ પાર્કનું ઉદ્ધાટન કરશે.

(11:54 AM IST)