News of Tuesday, 16th September 2025
સોનામાં ૮૦૦ રૂપિયાનો ઉછાળો : ૧૦ ગ્રામના ભાવ ૧,૧૪,૧૦૦ની નવી ટોચે
ચાંદીમાં ૬૦૦ રૂા. વધ્યા : ચાંદીના ભાવ ૧,૩ર,૬૦૦ની નવી સપાટીએ

રાજકોટ, તા., ૧૬ : સોનામાં ૧ દિ'ના વિરામ બાદ ફરી તેજી જોવા મળી હતી. આજે વધુ ૮૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાના ભાવે ૧,૧૪,૧૦૦ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે ૮૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૧૩,૩૦૦ રૂપીયા હતા તે ૮૦૦ રૂપીયા વધીને આજે ૧,૧૪,૧૦૦ ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૮૦૦૦ રૂપીયા વધ્યા હતા. ગઇકાલે સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૧,૩૩,૦૦૦ રૂપીયા હતા તે વધીને ૧૧,૪૧,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
ચાંદીના ભાવમાં આજે વધુ ૬૦૦ રૂપીયા વધ્યા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૩ર,૦૦૦ હતા તે વધીને ૧,૩ર,૬૦૦ રૂા.ની ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી.
ઇન્વેસ્ટરો દ્વારા સોના-ચાંદીમાં રોકાણ વધતા વિશ્વ માર્કેટમાં સોના-ચાંદીના ડીમાન્ડના કારણે સોના-ચાંદીના ભાવો સતત વધી રહયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૨)
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
