News of Tuesday, 16th September 2025
યુપી સરકારે ૫ વર્ષ સુધીના તમામ ઈ-મેમો માફ કરવાની જાહેરાત કરી
યોગી સરકારે દિવાળી પહેલા યુપીવાસીઓને ભેટ આપીઃઆ મેમોને લગતા અવરોધો જેમ કે ફિટનેસ, પરમિટ, વાહન ટ્રાન્સફર અને હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) પણ આપમેળે દૂર થઈ જશે

લખનૌ,તા.૧૬
ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિવાળી પહેલા યુપીવાસીઓને ભેટ આપી છે. પરિવહન વિભાગે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં નોન-ટેક્સ ઈ-મેમોને માફ કરવાનો નિર્ણય લીધો છે. યુપી સરકારે ૫ વર્ષ સુધાના તમામ ઈ-મેમો માફ કરવાની જાહેરાત કરી છે, ત્યારે આ મેમો પરિવહનના સત્તાવાર પોર્ટલ પર બે કેટેગરીમાં જોવા મળશે. જેમાં એક જો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે તો 'Disposed – Abated' અને બીજું જો મેમો ઓફિસમાં પેન્ડિંગ હોય અને સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોય તો 'Closed – Time-Bar' કેટેગરીમાં દેખાશે.આ સાથે, આ મેમોને લગતા અવરોધો જેમ કે ફિટનેસ, પરમિટ, વાહન ટ્રાન્સફર અને હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) પણ આપમેળે દૂર થઈ જશે. જોકે, ટેક્સ સંબંધિત મેમો આ રાહતના દાયરાની બહાર રહેશે. પરિવહન વિભાગ મુજબ, આ પ્રક્રિયા ૩૦ દિવસમાં પૂરી કરાશે. આ પછી વાહનચાલક સ્વામી પોર્ટલ પર જઈને પોતાનો મેમો જોઈ શકશે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે, એટલે કે કોઈને રિફંડ મળશે નહીં કે જૂના ચલણો ફરીથી ખોલવામાં આવશે નહીં.
મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે ૩૦.૫૨ લાખ ઈ-મેમો નોંધાયા છે. જેમાંથી ૧૭.૪૯ લાખ નિકાલ પહેલાથી જ થઈ ગયો છે, જ્યારે ૧૨.૯૩ લાખ ચલણ બાકી હતા. બાકી રહેલા મેમોમાં ૧૦.૮૪ લાખ કોર્ટમાં પેન્ડિંગ હતા અને ૧.૨૯ લાખ ઓફિસ સ્તરે પેન્ડિંગ હતા. હવે આ બધાનો સમય મર્યાદામાં ડિજિટલી નિકાલ કરવામાં આવશે. આગળના ભાગમાં બધા અવરોધો દૂર કરવામાં આવશે, જ્યારે સમગ્ર રેકોર્ડ અને ઓડિટ ટ્રેલ પાછળના ભાગમાં સુરક્ષિત રહેશે.
જો તમારો મેમો વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે છે અને પોર્ટલ પર હજુ પણ ભરવાના બાકી બતાવે છે તો એક મહિના પછી ઇ-મેમો/પરિવહનના પોર્ટલ પર જઈને મેમો અંગે ચેક કરવાનું રહેશે. સમગ્ર મામલે હેલ્પલાઈન નંબર ૧૪૯ નજીકના આરટીઓનો સંપર્ક કરી શકાશે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
