<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

એન્જિનિયરના ઘરે ACBના દરોડામાં કરોડો રૂપિયાની રોકડ, ફ્લેટ, 6 પ્લોટ અને ખેતીની જમીન, નોટોના ઢગલે ઢગલા મળી આવ્યા

કરપ્શન વિરોધી બ્યુરોની ટીમે બે ફોર વ્હીલર : સોનાના દાગીના અને કરોડોની રોકડ જપ્ત

હૈદરાબાદ : તેલંગાણાના હૈદરાબાદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ TGSPDCLના આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર (ADE) આંબેડકર એરુગુ સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો છે. ACBના દરોડામાં તેમના અને તેમના સંબંધીઓના ઘરેથી કરોડો રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે.


ACBની ટીમને દરોડામાં 2.18 કરોડ રૂપિયા રોકડા, એક ફ્લેટ, G+5 બિલ્ડીંગ, 10 એકર જમીન પર કંપની, 6 પ્લોટ, ખેતીની જમીનના કાગળો મળી આવ્યા છે. આ સાથે, બે ફોર વ્હીલર, સોનાના દાગીના અને બેંકમાં જમા કરાયેલા પૈસા મળી આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, "તપાસમાં જાણવા મળ્યું છે કે એન્જિનિયરે પોતાના પદનો દુરુપયોગ કરીને આ જંગમ અને સ્થાવર મિલકતો મેળવી હતી. શોધ હજુ પણ ચાલુ છે." મિલકતોનું બજાર મૂલ્ય તેમના સત્તાવાર મૂલ્ય કરતા ઘણું વધારે છે. આરોપી એન્જિનિયરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

 

(11:22 PM IST)