<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

પીએમ મોદીને કર્યો ડોનાલ્ડ ટ્રમ્પએ ફોન :જન્મદિવસની શુભેચ્છા પાઠવી : ભારત-અમેરિકા સંબંધો પર ચર્ચા કરી

મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હવે સુધરતા દેખાય છે. જ્યારે અમેરિકન વાટાઘાટકારો દિલ્હીમાં વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ, આજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પીએમ મોદીને ફોન કરીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ આ વાતચીત વિશે પોસ્ટ દ્વારા માહિતી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75મા જન્મદિવસ પર તમારા ફોન કોલ અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફની તમારી પહેલને સમર્થન આપીએ છીએ."

(11:37 PM IST)