News of Wednesday, 17th September 2025
રૂ.૧૦,૦૦૦નું SIP રોકાણ વધીને રૂ.૧.૭૯ કરોડ થયું: રોકાણકારો ઉત્સાહિત
મ્યુચ્યુઅલ ફંડ હોય તો આવું

મુંબઈ,તા.૧૭: કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડની ફલેગશિપ સ્કીમ, કેનેરા રોબેકો ફલેક્સી કેપ ફંડે ૨૨ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સ્કીમે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. સપ્ટેમ્બર ૨૦૦૩માં તેની શરૂઆત થઈ ત્યારથી, કેનેરા રોબેકો ફલેક્સી કેપ ફંડમાં રૂ.૧૦,૦૦૦ પ્રતિ માસ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં વધીને રૂ.૧.૭૯ કરોડ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન કુલ રોકાણ કરેલ રકમ રૂ.૨૬.૪ લાખ હતી, જે ૧૫.૦૪%નો XIRR પ્રદાન કરે છે.
નોંધનીય છે કે જો કોઈએ યોજનાની શરૂઆતમાં રૂ.૧૦,૦૦૦ નું રોકાણ કર્યું હોત, તો તે રકમ ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં વધીને રૂ.૩.૩૭ લાખ થઈ ગઈ હોત, જ્યારે બેન્ચમાર્ક (BSE ૫૦૦ TRI)માં તે જ રોકાણ ફક્ત રૂ.૨.૬૯ લાખ થયું હોત. આ એક ઓપન-એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી સ્કીમ છે જે લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરે છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરીને મૂડી વૃદ્ધિ છે. સામાન્ય પરિસ્થિતિઓમાં, ફંડ તેની સંપત્તિના ૬૫% થી ૧૦૦% ઇક્વિટીમાં, ૦% થી ૩૫% ડેટ અને મની માર્કેટ સાધનોમાં અને ૦% થી ૧૦% REITs અને InvITs માં રોકાણ કરે છે. આ યોજનાનું સંચાલન શ્રીદત્ત ભંડવલદાર (હેડ ઇક્વિટીઝ) અને પ્રણવ ગોખલે (ફંડ મેનેજર) દ્વારા કરવામાં આવે છે.
લાંબા ગાળાના SIP ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ પ્રદાન કરે છે, જ્યારે ફલેક્સી-કેપ ફંડ્સ બજારની અસ્થિરતા અને ક્ષેત્ર-વિશિષ્ટ જોખમોને આધીન હોય છે. નિષ્ણાતો કહે છે કે રોકાણકારોએ રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારોની સલાહ લેવી જોઈએ. (૪૦.૧૫)
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
