<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

દોસ્‍તની કિશોરવયની દીકરી પર રેપ કર્યો ૭૫ વર્ષના ભાભાએ

કિશોરીનું પ્રેગ્નન્‍ટ પેટ ચાડી ખાવા લાગ્‍યું ત્‍યારે આખો મામલો બહાર આવ્‍યો

ઓરૈયા,તા.૧૭: ઉત્તર પ્રદેશના ઓરૈયામાં ૭૫ વર્ષના બિસંદર દયાલ નામના બુઝુર્ગે પોતાના જ દોસ્‍તની કિશોરવયની દીકરી સાથે ઘૃણાસ્‍પદ કામ કર્યું. તે છોકરી પાંચેક મહિના પહેલાં ખેતરમાંથી ઘરે આવી રહી હતી ત્‍યારે બિસંદરે તેને ઘરે બોલાવી હતી અને એ વખતે તેમના ઘરે કોઈ નહોતું. બળજબરીથી સંબંધ બનાવીને તેણે છોકરીને ધમકી આપી કે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. ડરેલી કન્‍યાએ કોઈને કંઈ કહ્યું નહીં. જોકે સંબંધનું ફળ કિશોરીના પેટમાં આકાર લઈ રહ્યું હતું એ વાતથી તેઓ અજાણ હતા. જ્‍યારે કિશોરીનું પ્રેગ્નન્‍ટ પેટ ચાડી ખાવા લાગ્‍યું ત્‍યારે તેની મમ્‍મીએ ડોક્‍ટર પાસે તપાસ કરાવતાં આખો મામલો બહાર આવ્‍યો હતો. કન્‍યાના બયાન અને મેડિકલ તપાસ બાદ બિસંદર દયાલને પોલીસે પકડી લીધો હતો

(9:42 AM IST)