<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

બોયકોટ ઇન્‍ડિયાથી લઈને વેલકમ...મોદીઃ મુખ્‍ય અતિથિ તરીકે આમંત્રણ-રેડ કાર્પેટ સ્‍વાગત

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વિદેશી કૂટનિતીની જીત, મુસ્‍લિમ દેશ માલદીવમાં પણ થયું મોદી મોદી.... પહેલા બતાવ્‍યા તેવર... પછી કરવી પડી ફેવર લક્ષદ્વીપની એક માત્ર મોદીની મુલાકાત થી પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટયું

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી આજે એટલે કે ૧૭ મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના રોજ ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ચોમરે થી તેમના ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

ગુજરાત સહીત દેશ ભરમાં સેવા ના કાર્યો થઈ રહ્યા છે ભારત સહીત વિશ્વના ૭૫ દેશોમાં નમો કે નામ રકતદાન મેગા રકતદાન કેમ્‍પ યોજાઈ રહ્યા છેઅને ૫ લાખ થી વધુ યુનિટ લોહી એકત્ર કરવા નું આયોજન છે,પ્રજાજનો વિવિધ રીતે નરેન્‍દ્ર ભાઈ નો જન્‍મ દિવસ ઉજવી રહ્યા છે.

આ વેળા એ નરેન્‍દ્રભાઈની વિદેશ કૂટ નીતિ નું એક ઉદાહરણ જોઈએ તો, ભારતનો પાડોશી દેશ માલદીવમાં ભારત વિરોધી પવન ચાલી રહ્યો હતો ત્‍યાં ના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહ ભારતના સમર્થક કહેવાતા હતા ત્‍યારે એટલે કે વર્ષ ૨૦૨૦માં  વીરોધ પક્ષના અને ચાઇના સમર્થક નેતા મોહમ્‍મદ મુઇજ્જુ એ નારો લગાવ્‍યો બોયકોટ ઇન્‍ડિયા.... તેમણે ચૂંટણી માં માલદીવ માં ભારત ના સૈનિકો ની હાજરીને મોટો મુદ્દો બનાવી ભારે ચગાવ્‍યું હતું, તેમના મંત્રીમંડળના સભ્‍યોએ પણ મોદી જી વિરુદ્ધ અપમાનજનક ટિપ્‍પણી પણ કરી હતી.

અને આ નારા થી તેમણે ચૂંટણી પણ જીતી  કહેવાય છે કે ચાઇના એ ભરપૂર સહાય કરી અને ચૂંટણીમાં જીત પણ થઈ ૧૭ મી નવેમ્‍બર ૨૦૨૩ના રોજ મોહમ્‍મદ મુઇજ્જુ એ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, બસ પછી તો જોવું જ શું હતું,બીજા દિવસે જ ભારત સરકારને પોતાના સેનાના સૈનિકોને પરત બોલાવી લેવાનું ફરમાન કર્યું , બીજી બાજુ માલદીવમાં ચાઇના ની દખલ વધતી ગઈ.

આ બાજુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી એ એકપણ સ્‍ટેટમેન્‍ટ આપ્‍યા વગર માહોલ સમજતા ગયા, અચાનક મોદીજી આપણા લક્ષદ્વીપ પહોંચી ગયા, દરિયાના પાણી સાથે મેચિંગ થાય તેમ લાઈટ બ્‍લુ કલરના ઝભ્‍ભો, લેંઘો, ઉપર શાલ અને પગમાં સ્‍લીપર પહેરી એક પણ સ્‍ટેટમેન્‍ટ વગર દરિયા કિનારે લટાર મારી ખુરશી નાખી બેસી ગયા જેનું પરિણામ અકલ્‍પનીય આવ્‍યું.

એમનો સંદેશો આપણી જનતા સમજી ગઈ ધડા ધડ માલદીવના બુકિંગ રદ થવા લાગ્‍યા અને આપણા પ્રવાસી ઓ લક્ષદ્વીપ તરફ વળ્‍યા આપણને આヘર્ય થશે પરંતુ વર્ષ ૨૦૨૩માં એપ્રિલ થી નવેમ્‍બર દરમ્‍યાન લક્ષદ્વીપ ખાતે ૨૮૪૧૪ પર્યટકો ગયા હતા અને વર્ષ ૨૦૨૪ એપ્રિલ થી નવેમ્‍બર દરમ્‍યાન આ મુસાફરો ની સંખ્‍યા વધીને ૬૯,૦૨૭ ઉપર પહોંચી એટલે કે લક્ષદ્વીપ એરપોર્ટ ઉપર મુસાફરોની સંખ્‍યા માં ૧૪૦% નો વધારો થયો.

એટલુંજ નહીં ડિસેમ્‍બર ૨૦૨૩ માં સાપ્તાહિક ૭ ફલાઈટની સામે ડિસેમ્‍બર ૨૦૨૪માં ફલાઈટની સંખ્‍યા માં વધારો થઈને ૨૫ ઉપર પહોંચી એટલે કે આશરે ૩ ગણો વધારો થયો...!!

એકપણ નિવેદન વગર, કોઈ સેલિબ્રિટી ની મદદ વગર જે માત્ર મોદી જી ની એક માત્ર મુલાકાત થી અકલ્‍પનીય પરિણામ આવ્‍યું આ બાજુ માલદીવ માં પ્રવાસી એ જવાનું બંધ કરતા માલદીવ પ્રવાસી માટે તરસવા લાગ્‍યું મોદી જીના આ માસ્‍ટરસ્‍ટ્રોક ની ભારત સહિત વિશ્વભર માં પ્રશંસા થઈ, અને એટલું નક્કી થઈ ગયું કે હવે મોદી જ ભારતની જનતા માટે એક બ્રાન્‍ડ બની ગયા હતા.

આ બાજુ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્‍મદ મુઇજ્જુ આર્થિક ખેંચમાં આવવા લાગ્‍યા ભારી બજેટમાં ખાધ અને વિદેશી મુદ્રા ભંડારના તળિયા દેખાવા લાગ્‍યા તેમજ તેમનો ચાઇના પ્રત્‍યે મોહભંગ થવા લાગ્‍યો.

નરેન્‍દ્રભાઈ એ ભારે કુનેહ થી કહેવાય છે ને કે શામ, દામ.... જેવા હથિયારો અપનાવ્‍યા અને મોહમ્‍મદ મુઇજ્જુને ભારતના આવવા મજબૂર કર્યો માત્ર દોઢ વર્ષના સમયગાળામાં બોયકોટ ઇન્‍ડિયા માંથી વેલકામ મોદી થવા લાગ્‍યું આ જોઈને ચાઇના પણ થયું અવાક.....

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્‍મદ મુઇજ્જુ ના નિમંત્રણ ઉપર તેમના સ્‍વાતંત્ર્ય દિન સમારોહમાં મુખ્‍ય અતિથિ તરીકે આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી એ હાજરી આપી.

ગત તા.૨૫ અને ૨૬ જુલાઇ ૨૦૨૫ના રોજ બે દિવસની યાત્રા ઉપર માલદીવ ની રાજધાની માલે પહોચ્‍યા, તમામ પ્રોટોકોલ તોડી મોહમ્‍મદ મુઇજ્જુ એરપોર્ટ ઉપર લેવા ગયા ભારે ઉષ્‍મા થી ભેટી લાલ કાર્પેટ પાથરી સ્‍વાગત કર્યું, એટલું જ નહીં, મોદીજી ની ભરપૂર પ્રશંસા કરી મોદી જી ને અદભૂત વ્‍યક્‍તિ કહી ભારતને વિશ્વસનીય મિત્ર ગણાવ્‍યું.

આ બાજુ ભારતે હિન્‍દમસાગરના પાડોશી દેશ માટે ૫૬૫ મિલિયન ડોલરની નવી લોનની ઘોષણા કરી તેમજ લોન ની વાર્ષિક ચુકવણીની રક માં ૪૦%ના ઘટાડા માટે પણ સમજૂતી થઈ.

માલદીવની વિકાસ યાત્રા માટે કહ્યું કે ભારત મુખ્‍ય પર્યટક દેશો માંથી એક છે જે માલદીવના પર્યટનમાં મદદ કરે છે, અને હવે મોદીજી ની આ યાત્રા થી પ્રવાસીઓની સંખ્‍યામાં વધારો થશે, તેમજ તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે મોદી જી ની આ યાત્રા થી બંને દેશોના લોકો વચ્‍ચે આદાન પ્રદાનમાં ખાસ્‍સી વૃદ્ધિ થશે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ મોહમ્‍મદ મુઇજ્જુ એ ઉમેર્યું હતું કે ભૂતકાળ માં આપણે સૌ એ જોયું છે કે ભારતે માલદીવને કેવી મદદ કરી છે, અને આગળ ભવિષ્‍ય માં પણ મહત્‍વપૂર્ણ સહયોગી બની રહેશે .

કેવી રીતે શકાય બન્‍યું આ...? આ છે મોદી ની કૂટ રાજનીતિ ..... એટલા માટે જ કહેવાય છે મોદી હે તો મુમકિન હૈ.(૪૦.૧૮)

(9:58 AM IST)