<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

શ્રી સોમનાથ મહાદેવનાં સાનિધ્‍યમાં નરેન્‍દ્રભાઇના જન્‍મદિને પૂજન-અર્ચન-સેવાકાર્યો

શ્રી સોમનાથ ટ્રસ્‍ટના અધ્‍યક્ષના જન્‍મદિને પંડિતોની ઉપસ્‍થિતિમાં મહામૃત્‍યુંજય મંત્ર જાપ, દિપમાળા સહિતનું આયોજન

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧૭ :.. વિશ્વ પ્રસિધ્‍ધ ભારતના બાર જયોર્તિલિંગ ઙ્કથમ સોમનાથ મહાદેવ મંદિરના અધ્‍યક્ષ નરેન્‍દ્રભાઇ મોદીનો  આજે ૧૭ સપ્‍ટેમ્‍બરે જન્‍મ દિવસ છે. પરંપરા મુજબ સોમનાથ ટ્રસ્‍ટ સોમનાથ મંદિરે પંડિતો દ્વારા મહામળત્‍યુંજય મંત્ર જાપ, હીર્ઘ આયુષ્‍ય મંત્ર જાપ સંધ્‍યા શણગાર અને દિપમાળા સાથે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યો છે.

અત્રે એ જાણવું પણ રસપ્રદ થશે કે, ૧૯૯૦માં જ જ્‍યારે લાલકળષ્‍ણ અડવાણીએ અયોધ્‍યા રામમંદિર નિર્માણ માટેની રથયાત્રા કાઢી હતી તેના સંચાલનની સંર્પૂણ વ્‍યવસ્‍થા નરેન્‍દ્ર મોદી હસ્‍તક હતી. તેઓ ત્‍યારે સામાન્‍ય સંગઠક હતા.

રથયાત્રાની વ્‍યવસ્‍થા તેમણે એવા અસરકારક રીતે અને સુંદર રીતે પાર પાડી કે ભારતીય જનતા પક્ષમાં તેમનું કંદ, માન અને પ્રભાવ વધ્‍યો જેને કારણે ગુજરાતના મુખ્‍યમંત્રી અને ત્‍યારબાદ નોટઆઉટ વડાપ્રધાન પદ સુધી પહોંચ્‍યા અને આજે તે અડીખમ છે. આમ સોમનાથ પ્રભાસપાટણમાં તેમણે કરેલી કામગીરી શિખર સિંહાસન ચઢવાનુ પહેલું પગથીયું બન્‍યું તેમનો પ્રભાવ વધ્‍યો અને પક્ષનો પણ અભૂતપૂર્વ પ્રભાવ વધ્‍યો છે.ગીર-સોમનાથ જીલ્લો રચવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તો સોમનાથ-પોલીસ સ્‍ટેશન તેમજ નવા પોલીસ કર્વાટર, સોમનાથ મંદિર, શહિદ વીર પ્રતિમા લોર્કાપણ, હરિહરવન, સોમનાથ મંદિર શિખર તથા મંદિર સુર્વણ મઢવાનું, સમુદ્ર તટ નવો વોક-વે, સોમનાથ રેલવે સ્‍ટેશન રી-મોદી પ્રત્‍યક્ષ કે વર્ચયુલી મુખ્‍યમંત્રી પઠ દરમિયાન કે વડાપ્રધાનપદ દરમિયાન થયેલા છે.સોમનાથના બાયપાસ પાસે આવેલ સોમનાથ ટ્રસ્‍ટ હસ્‍તકના મેદાનમાં નરેન્‍દ્રભાઇ મોદીએ નર્મદા ડેમની ઊંચાઈ વધારવા પ્રતિક બોલવાની ભાષામાં આજેય તેને ઉપવાસ કર્યા હતા તે સદભાવના મેદાનને લોકો મોદી મેદાન તરીકે ઓળખે છે.

(11:50 AM IST)