News of Wednesday, 17th September 2025
PM મોદીના ૭૫મા જન્મદિવસ પર દુબઈના બુર્જ ખલીફાએ પાઠવી અનોખી શુભેચ્છા : વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગ પર PM મોદીની છબી પ્રદર્શિત થઈ : જુઓ વિડીયો
યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સહિત રશિયા, ઇઝરાયલ અને ઇટાલી જેવા દેશોના વડાઓએ પણ પાઠવી શુભેચ્છા : બુર્જ ખલીફા પર ભારતીય ધ્વજના રંગો પણ ચમક્યા

#WATCH | Dubai's Burj Khalifa illuminated tonight with the images of PM Narendra Modi, on the occasion of his 75th birthday. pic.twitter.com/gamw6cRaoq
— ANI (@ANI) September 17, 2025
દુબઈ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણીમાં દુબઈ પણ સામેલ થયું છે. આજે રાત્રે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોથી પ્રકાશિત કરવામાં આવી હતી. આ અનોખી રીતે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બુર્જ ખલીફા પર મોદીની છબીઓ સાથે ‘હેપી બર્થડે’ લખેલું જોવા મળ્યું હતું, જ્યારે લાઈટ્સના રંગો સતત બદલાતા રહ્યા.
આ અવસરે બુર્જ ખલીફા પર ભારતીય ધ્વજના કેસરી, સફેદ અને લીલા રંગો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં, ૧૫મી ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ આવી જ રીતે બુર્જ ખલીફાને પ્રકાશિત કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને પણ X પર પોસ્ટ કરીને મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, "તમારા જન્મદિવસ પર નરેન્દ્ર મોદીને નિષ્ઠાપૂર્વક અભિનંદન. હું તમારા સારા સ્વાસ્થ્ય અને ખુશીની, અને ભારતના વિકાસ તથા તેના લોકોની સમૃદ્ધિ માટે સતત સફળતાની કામના કરું છું."
જવાબમાં, વડાપ્રધાન મોદીએ લખ્યું, "મારા ભાઈ, તમારી હાર્દિક શુભેચ્છાઓ માટે આભાર. હું અમારી ગાઢ મિત્રતા અને પરસ્પર લાભદાયક ભારત-યુએઈ ભાગીદારીને ખૂબ મહત્વ આપું છું, જે તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહી છે."
યુએઈ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ, ઓસ્ટ્રિયાના વડાપ્રધાન, બ્રિટનના ઋષિ સુનક અને દલાઈ લામા સહિત અન્ય ઘણા વિશ્વ નેતાઓએ પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી, અને તેમના નેતૃત્વ, વિઝન તથા વૈશ્વિક મંચ પર ભારતના ઉદયમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
