<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

બોલિવૂડનો સૌથી મોટો જુગાર! હોલીવુડની સુંદરી સિડની સ્વીનીને ₹૫૩૦ કરોડની જંગી રકમની ઓફર

રિપોર્ટ મુજબ, આ ફિલ્મ બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હશે. સિડની સ્વીની આ ફિલ્મમાં એક યુવાન અમેરિકન સ્ટારની ભૂમિકા ભજવશે, જે એક ભારતીય સેલિબ્રિટીના પ્રેમમાં પડે છે

મુંબઈ:  ભારતીય ફિલ્મ ઉદ્યોગ હવે વૈશ્વિક સ્તરે મોટો ખેલાડી બની રહ્યો છે. બોલિવૂડના નિર્માતાઓ એક નવા પ્રોજેક્ટ માટે હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સિડની સ્વીનીને કાસ્ટ કરવા માટે કરોડો રૂપિયાની ઓફર કરી રહ્યા છે. 'યુફોરિયા' અને 'ધ વ્હાઇટ લોટસ' જેવી હિટ સિરીઝથી ખ્યાતિ મેળવનાર સિડનીને એક બોલિવૂડ ફિલ્મ માટે ₹૫૩૦ કરોડ (લગભગ ૪૫ મિલિયન પાઉન્ડ)ની જંગી રકમની ઓફર કરવામાં આવી છે.
 
શું છે ફિલ્મની વાર્તા?
રિપોર્ટ મુજબ, આ ફિલ્મ બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હશે. સિડની સ્વીની આ ફિલ્મમાં એક યુવાન અમેરિકન સ્ટારની ભૂમિકા ભજવશે, જે એક ભારતીય સેલિબ્રિટીના પ્રેમમાં પડે છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬થી ન્યુ યોર્ક, પેરિસ, લંડન અને દુબઈ સહિતના અનેક આંતરરાષ્ટ્રીય સ્થળોએ થવાની શક્યતા છે.
 
કેમ આટલી મોટી ઓફર?
આ ઓફરમાં ₹૪૧૫ કરોડ (૩૫ મિલિયન પાઉન્ડ)ની ફી અને ₹૧૧૫ કરોડ (૧૦ મિલિયન પાઉન્ડ)ના સ્પોન્સરશિપ કરારનો સમાવેશ થાય છે. નિર્માતાઓને આશા છે કે સિડનીના 'સ્ટાર પાવર'થી ફિલ્મ આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પ્રેક્ષકો સુધી પહોંચી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આટલી મોટી રકમ સાંભળીને સિડની પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.

સિડનીએ હજુ સુધી આ પ્રોજેક્ટ માટે અંતિમ નિર્ણય લીધો નથી, કારણ કે તેની પાસે હોલીવુડના પણ ઘણા પ્રોજેક્ટ્સ છે. પરંતુ આ તક તેને એક અભિનેત્રી તરીકે નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. આ ફિલ્મ બોલિવૂડને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ અપાવી શકે છે.

 

(9:22 PM IST)