<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

 આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધી-૧૦૧ઃ''સર્વજ્ઞ, સર્વશકિતમાન,સર્વવ્યાપી માનો''

આ વિધી પણ આંતરિક શકિત ઉપર, બળ ઉપર આધાર રાખે છે. આ મોટી બીજરૃપ વિધિ છે. એમ માનો કે તમે સર્વ છો તમે સર્વશકિતમાન છો, તમે સર્વ વ્યાપક છો. આ તમે કેવી રીતે માની શકો છો? આ અસંભવ છે. ઙ્ગજાણો કે તમે સર્વજ્ઞ નથી,  સર્વશકિતમાન નથી, તમે બિલકુલ અશકત અને અસહાય છો. તમે જાણો છો કે તમે સર્વવ્યાપી નથી પણ નાના દેહમાં સીમિત છો. તો એના ઉપર તમને કેવી રીતે વિશ્વાસ થશે?

અને સારી રીતે જાણતા હોવા છતા જો તમે વિશ્વાસ કરશો તો તે વિશ્વાસ નકામો હશે. તમે પોતાના વિરૃધ્ધ વિશ્વાસ ના કરી શકો. કોઇ વિશ્વાસ ના કરી શકો. કોઇ વિશ્વાસને પરાણે ઠોકી બેસાડી શકો છો પરંતુ તે નકામો હશે. તમે જાણો છો કે એવું નથી. કોઇ વિશ્વાસ ત્યારે જ ઉપયોગી થઇ શકે જયારે તમે જાણો છો કે એમ જ છે.

બુધ્ધિ '' કેમ'' અને ''કેવી રીતે'' પુછે છે. બુધ્ધિ પ્રશ્ન કરે છે,પ્રશ્ન ઉઠાવે છે. વિશ્વાસ છે બધા પ્રશ્નો પાડી નાખવા. જો તમે બધા પ્રશ્નો પાડી નાખો અને વિશ્વાસ કરી શકો તો આ વિધિ તમારા માટે ચમત્કાર કરી શકે છે.  

- રજનીશના પ્રણામ(

સંકલન-તથા ભાષાંતર

સ્વામી સત્યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬૩.૩)

(11:50 AM IST)